વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે, જ્યાં વડોદરા અને નવસારીમાં વિવિધ ભવ્ય કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 8 સપ્ટેમ્બરે PM મોદી ગુજરાતના બનશે મહેમાનપ્રાપ્ત વિગતો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બરે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાતે આવશે, જ્યાં તેઓ વડોદરા અને નવસારીમાં વિવિધ વિકાસ કાર્યો અને સત્તાવાર કાર્યક્રમોમાં સહભાગી થશે.
PM મોદીનો ગુજરાત પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ
- PM મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાત લેશે
- PM મોદીના વડોદરા અને નવસારીમાં કાર્યક્રમોનું આયોજન
- બપોરે 12 વાગ્યાની આસપાસ વડોદરા એરપોર્ટ પર પહોંચશે
- વડોદરા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું PM કરશે ઉદ્ઘાટન-શિલાન્યાસ
- આ જ કાર્યક્રમમાં એક જાહેર સભાને PM મોદી સંબોધિત કરશે
- વડાપ્રધાનના કાર્યક્રમ પબાદ બપોરે 3 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા નવસારી જવા રવાના થશે
- નવસારીમાં નવા જિલ્લા ભાજપ કાર્યાલય, 'નમો કમલમ'નું PM કરશે ઉદ્ઘાટન
- સાંજે 4 વાગ્યા પછી PM મોદી નવસારી હેલિપેડથી સુરત જવા રવાના થશે

