Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ahmedabad Crime news: અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો, અબુ ધાબીથી આવેલી મહિલા પાસેથી રૂ. 98 લાખથી વધુનું સોનું ઝડપાયું

Ahmedabad Crime news: અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો, અબુ ધાબીથી આવેલી મહિલા પાસેથી રૂ. 98 લાખથી વધુનું સોનું ઝડપાયું

મૌલિક ઉપાધ્યાય, અમદાવાદઅમદાવાદ કસ્ટમ્સની એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)એ મોટી કાર્યવાહી કરતાં અબુ ધાબીથી અમદાવાદ આવેલી એક મહિલા મુસાફર પાસેથી અંદાજે 729 ગ્રામ સોનું, જેની બજાર કિંમત રૂ. 98,78,715 થાય છે, જપ્ત કર્યું છે.
કસ્ટમ્સ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મુસાફરોના પ્રોફાઇલિંગના આધારે વિકસાવવામાં આવેલી ગુપ્ત માહિતીના આધારે AIUના અધિકારીઓએ 7 જુલાઈ, 2026ના રોજ ઈન્ડિગો ફ્લાઇટ નંબર 6E1432 મારફતે અબુ ધાબીથી અમદાવાદ પહોંચેલી એક મહિલા મુસાફરને રોકી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન મહિલા મુસાફરે પોતાના પર્સમાં તેમજ શરીર પર કપડાંની અંદર છુપાવી રાખેલા સોનાના દાગીના મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા દાગીનામાં સોનાના કડા, હાર, ચેઇન, પાયલ, બુટ્ટી અને વીંટીઓનો સમાવેશ થાય છે.
કસ્ટમ્સ વિભાગના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા દાગીનામાં 916 શુદ્ધતા (22 કેરેટ) ધરાવતા 710.900 ગ્રામ અને 750 શુદ્ધતા (18 કેરેટ) ધરાવતા 18.100 ગ્રામ સોનાના દાગીના હતા. બંને મળીને કુલ 729 ગ્રામ સોનું થાય છે, જેની કુલ બજાર કિંમત રૂ. 98,78,715 આંકવામાં આવી છે. કસ્ટમ્સ અધિકારીઓએ સમગ્ર જથ્થો કસ્ટમ્સ અધિનિયમ, 1962ની સંબંધિત જોગવાઈઓ હેઠળ જપ્ત કર્યો છે. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ હોવાનું કસ્ટમ્સ વિભાગે જણાવ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati