Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ahmedabad news: નિકોલમાં સમાધન માટે બોલાવી યુવક પર 10થી વધુ ટોળાનો જીવલેણ હુમલો, સમગ્ર ઘટના CCTVમાં Live કેદ

Ahmedabad news: નિકોલમાં સમાધન માટે બોલાવી યુવક પર 10થી વધુ ટોળાનો જીવલેણ હુમલો, સમગ્ર ઘટના CCTVમાં Live કેદ

ભાવેશ રાજપૂત, અમદાવાદઅમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી અને ચકચારી ઘટના પૂર્વ વિસ્તાર ગણાતા નિકોલમાંથી સામે આવી છે. નિકોલ વિસ્તારમાં જૂની અદાવતનો બદલો લેવા માટે એક યુવક પર 10થી વધુ લોકોનાં હથિયારધારી ટોળાએ જીવલેણ હુમલો કરતા સમગ્ર એરિયામાં ભારે ચકચારી મચી ગઈ હતી. આ હુમલાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાછે.
મળતી માહિતી મુજબ, ભોગ બનનાર યુવક અને હુમલાખોરો વચ્ચે અગાઉ કોઈ બાબતે વિવાદ કે જૂની અદાવત ચાલી રહી હતી. આ અદાવતનો અંત લાવવા અને મામલો થાળે પાડવા માટે હુમલાખોરો દ્વારા યુવકને નિકોલ વિસ્તારમાં એક ચોક્કસ સ્થળે સમાધાન માટે મીટિંગ કરવા બોલાવવામાં આવ્યો હતો. યુવક પણ આ વિવાદ પૂરો થશે તેમ માનીને ત્યાં પહોંચ્યો હતો. પરંતુ તેને અંદાજ નહોતો કે સમાધાનના બહાને તેની પર મોટો હુમલો કરવાનું પૂર્વઆયોજિત કાવતરું ઘડવામાં આવ્યું હતું.
યુવક જેવો નિયત સ્થળે પહોંચ્યો કે તુરંત જ ત્યાં અગાઉથી ઘાત લગાવીને બેઠેલા 10થી વધુ અસામાજિક તત્વોના ટોળાએ તેને ઘેરી લીધો હતો. વાતચીત શરૂ થાય તે પહેલા જ આ ટોળાએ પોતાની પાસે રહેલા તીક્ષ્‍ણ હથિયારો અને લાકડીઓ વડે યુવક પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ યુવકને રસ્તા પર પાડી દઈને બેરહેમીપૂર્વક માર માર્યો હતો અને તીક્ષ્‍ણ હથિયારના ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા.

આ ઘાતકી હુમલામાં યુવક લોહીલુહાણ થઈ ગયો હતો અને તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. આસપાસના સ્થાનિક લોકો એકઠા થઈ જતા ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર લોહિયાળ ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે હુમલાખોરો નિર્દયતાથી યુવક પર હથિયારો વડે હુમલો કરી રહ્યા છે. આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સ્થાનિક પોલીસ એક્શનમાં આવી છે. નિકોલ પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હાલમાં CCTV ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ મેળવવાની તજવીજ શરૂ કરી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati