Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ahmedabad Rain: અમદાવાદમાં મેઘરાજાની મધરાતે ધમાકેદાર બેટિંગ! ધોધમાર વરસાદથી રસ્તા નદી બન્યા, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

Ahmedabad Rain: અમદાવાદમાં મેઘરાજાની મધરાતે ધમાકેદાર બેટિંગ! ધોધમાર વરસાદથી રસ્તા નદી બન્યા, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

મૌલિક ઉપાધ્યાય, અમદાવાદઅમદાવાદ શહેરમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગત મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી પરંતુ બીજી તરફ અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ હતી.
શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી હતી. જ્યારે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. વરસાદના કારણે સામાન્ય જનજીવન પર પણ અસર જોવા મળી હતી.
Ahmedabad Rain | અમદાવાદના નિર્ણયનગર ગરનાળામાં વરસાદી પાણી ભરાયા
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati