Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમદાવાદ એરપોર્ટ પર વરસાદની મોટી અસર! 10થી વધુ ફ્લાઈટો ડિલે, અનેક ફ્લાઈટ રદ થતાં મુસાફરો અટવાયા

અમદાવાદ એરપોર્ટ પર વરસાદની મોટી અસર! 10થી વધુ ફ્લાઈટો ડિલે, અનેક ફ્લાઈટ રદ થતાં મુસાફરો અટવાયા

ખરાબ હવામાનથી અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટ સેવા પ્રભાવિતખરાબ હવામાન અને ભારે વરસાદની અસર હવે હવાઈ મુસાફરી પર પણ જોવા મળી રહી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતી અને અહીં આવતી 10થી વધુ ફ્લાઈટોના સમયપત્રકમાં મોટો ફેરફાર થયો છે. કેટલીક ફ્લાઈટો 5થી 10 કલાક સુધી મોડી ચાલી રહી છે. જ્યારે 4થી વધુ ફ્લાઈટો સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.
જેના કારણે હજારો મુસાફરોને એરપોર્ટ પર લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે. એરલાઈન્સ દ્વારા મુસાફરોને ફ્લાઈટની સ્થિતિ તપાસીને જ એરપોર્ટ પહોંચવાની સલાહ આપવામાં આવી રહી છે.
મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈ જતી ફ્લાઈટોને સૌથી વધુ અસર
ભારે વરસાદને કારણે ખાસ કરીને મહારાષ્ટ્ર તરફ જતી અને ત્યાંથી આવતી ફ્લાઈટો સૌથી વધુ પ્રભાવિત થઈ છે. વહેલી સવારથી મુંબઈ જતી અને મુંબઈથી અમદાવાદ આવતી કેટલીક ફ્લાઈટો રદ કરવામાં આવી હતી. ઉપરાંત દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈ જતી કેટલીક ફ્લાઈટોના સમયપત્રકમાં પણ મોટો વિલંબ નોંધાયો છે. આજે પણ મહારાષ્ટ્ર જતી અને ત્યાંથી આવતી કેટલીક ફ્લાઈટો રદ થતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા મુસાફરોએ કલાકો સુધી એરપોર્ટ પર રાહ જોવી પડી હતી.મુસાફરોને એરલાઈન્સ સાથે સંપર્કમાં રહેવાની સલાહ
હવામાનની અનિશ્ચિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એરલાઈન્સ અને એરપોર્ટ સત્તાવાળાઓ સતત ફ્લાઈટ ઓપરેશન પર નજર રાખી રહ્યા છે. ખરાબ હવામાનના કારણે આગામી કલાકોમાં પણ કેટલાક રૂટ પર વિલંબ અથવા રદ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. મુસાફરોને એરલાઈન્સની વેબસાઇટ, મોબાઇલ એપ અથવા કસ્ટમર કેર મારફતે પોતાની ફ્લાઈટનું સ્ટેટસ ચકાસીને જ એરપોર્ટ પહોંચવાની સલાહ આપવામાં આવી છે. હવામાન સામાન્ય બન્યા બાદ જ ફ્લાઈટ સેવાઓ સંપૂર્ણપણે પૂર્વવત થવાની શક્યતા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati