Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમદાવાદ: JCP શરદ સિંઘલ પર હુમલો કરનાર કુખ્યાત કલીમ ભૈયાની ધરપકડ, સિવિલમાંથી ડિસ્ચાર્જ થતાં જ ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી

અમદાવાદ: JCP શરદ સિંઘલ પર હુમલો કરનાર કુખ્યાત કલીમ ભૈયાની ધરપકડ, સિવિલમાંથી ડિસ્ચાર્જ થતાં જ ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં JCP ક્રાઈમ શરદ સિંઘલ પર થયેલા જીવલેણ હુમલાના મામલામાં પોલીસે મોટી સફળતા મેળવી છે. આ હુમલાના મુખ્ય આરોપી મહંમદ કલીમ ઉર્ફે કલીમ ભૈયા પઠાણની ક્રાઈમ બ્રાન્ચે સત્તાવાર રીતે ધરપકડ કરી લીધી છે. ઘટના બાદથી આરોપી પોલીસની નજરમાં હતો અને જેવો તે હોસ્પિટલમાંથી બહાર આવ્યો કે તરત જ તેની દબોચી લેવામાં આવ્યો છે.
આ હાઈ-પ્રોફાઈલ કેસની ધરપકડથી ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
સિવિલ હોસ્પિટલમાંથી રજા મળતા જ એક્શનમાં પોલીસચંડોળા તળાવ હુમલા કેસનો મુખ્ય સૂત્રધાર કલીમ ભૈયા પઠાણ ઘટના સમયે ઘાયલ થયો હતો, જેના કારણે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 108 એમ્બ્યુલન્સ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે તેની સઘન સારવાર ચાલી રહી હતી. આજે સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા આરોપીને ફિટ જાહેર કરીને રજા અપાતા જ બહાર વોચમાં ઉભેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને કસ્ટડીમાં લઈ લીધો હતો. પોલીસ હવે તેની સઘન પૂછપરછ કરીને હુમલા પાછળના અન્ય સાગરીતોની વિગતો મેળવી રહી છે.
JCP શરદ સિંઘલે કર્યું હતું સેલ્ફ ડિફેન્સમાં ફાયરિંગઆ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે જ્યારે ચંડોળા તળાવ પાસે JCP ક્રાઈમ શરદ સિંઘલ પર આરોપીએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઉચ્ચ અધિકારીએ પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા ત્વરિત નિર્ણય લીધો હતો. JCP શરદ સિંઘલે પોતાના બચાવમાં અને આરોપીને રોકવા માટે સેલ્ફ ડિફેન્સમાં રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ દરમિયાન આરોપી કલીમ ભૈયાના પગમાં 1 ગોળી વાગી હતી અને તે ત્યાં જ ઢળી પડ્યો હતો. પોલીસે કાયદાનું ભાન કરાવીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ખાખી પર હાથ ઉપાડનારને છોડવામાં નહીં આવે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati