Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે ભવ્ય વર્માએ ચાર્જ સંભાળ્યો, પૂર્વ કલેક્ટર સુજીત કુમારને વિદાયમાન અપાયું

અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે ભવ્ય વર્માએ ચાર્જ સંભાળ્યો, પૂર્વ કલેક્ટર સુજીત કુમારને વિદાયમાન અપાયું

મદાવાદ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે ભવ્ય વર્માએ ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, જિલ્લા પોલીસવડા ઓમપ્રકાશ જાટ, મોરબી ડીડીઓ વિદ્યાસાગર, નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર સહિત કલેક્ટર કચેરીની વિવિધ શાખાઓના અધિકારીઓએ કલેક્ટરને પુષ્પગુચ્છ આપીને આવકાર્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી.અમદાવાદ જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ભવ્ય વર્મા સહિતના સૌ અધિકારીઓએ સ્પેશિયલ કમિશનર ઑફ સ્ટેટ ટેક્સ તરીકે બદલી થનાર અમદાવાદના પૂર્વ કલેક્ટર સુજીત કુમારને શુભેચ્છાઓ પાઠવી વિદાયમાન આપ્યું હતું.
ભવ્ય વર્મા વર્ષ 2016ની કેડરના IAS અધિકારી છે. મૂળ રાજસ્થાનના વતની એવા ભવ્ય વર્મા B.Tech. તથા M.B.A.ની પદવી ધરાવે છે. વધુમાં, તેમણે M.A (ઈકોનોમિક્સ), M.A (પબ્લિક એડમિનિસ્ટ્રેશન) તેમજ CFA સહિતનો અભ્યાસ કર્યો છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ તેમની સનદી સેવાનો પ્રારંભ આસિ. સેક્રેટરી(ફાઇનાન્સ), નવી દિલ્હી તરીકે કર્યો હતો. ત્યાર બાદ તેમણે સુરેન્દ્રનગર, ગાંધીનગર, કચ્છ સહિતના જિલ્લાઓમાં વિવિધ વહીવટી પદ પર તેમજ સ્વચ્છ ભારત મિશન, AUDA તથા GUDAમાં પણ જવાબદારીઓ સંભાળી છે. છેલ્લે તેઓ વલસાડ કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. જ્યાંથી અમદાવાદ જિલ્લા કલેક્ટર તરીકે બદલી થતાં આજે ચાર્જ સંભાળ્યો હતો.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati