અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં થયેલી 1.56 કરોડ રૂપિયાની હાઈટેક ઠગાઈ કેસનો માસ્ટર માઈન્ડ ઝડપાયો છે, આરોપી ટેકનોલોજીનો એટલો માહીર હતો કે તેણે લાંબા સમય સુધી પોલીસને પણ મ્હાત આપી હતી, જોકે અંતે પોલીસ દ્વારા તેને સુરતમાંથી દબોચી લેવામાં આવ્યો છે,. આરોપી જે કંપનીમાં કામ કરતો હતો ત્યાં જ તેણે ઉચાપત કરી હતી. એલિસબ્રિજ પોલીસે ધરપકડ કરેલા આરોપીનું નામનિખિલ ખલાસ છે, આરોપી એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ઈ-પ્રોક્યોરમેન્ટ ટેકનોલોજી લિમિટેડ નામની આઇટી કંપનીમાં હેડ ઓફ સપોર્ટ બીડીંગ ડિવિઝન તરીકે નોકરી કરતો હતો, પોતાના હોદ્દાનો લાભ લઇ તેણે એડમીન રાઈટ્સનો દુરુપયોગ કર્યો અને પોતાના અને મળતીયાઓના બેન્ક એકાઉન્ટ ઉમેરી 1.56 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી.
પોલીસથી બચવા આરોપીએ ડિજિટલ ઓળખ છુપાવીઆરોપી પોતાની ડિજિટલ ઓળખ છુપાવીને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીર, છત્તીસગઢ અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સતત પોતાની લોકેશન છુપાવીને ભાગતો ફરતો હતો, પોલીસે ધરપકડ કરી તપાસ કરતાં સામે આવ્યું કે- તેની પ્રેમિકાના એકાઉન્ટમાં તેણે લાખો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા જેમાંથી 61.44 લાખ રૂપિયા ફ્રીજ કરાવવામાં પોલીસને સફળતા મળી છે, આરોપીને થોડું દેવું હોય તે પણ તેણે ઠગાઈની રકમમાંથી ચૂકવ્યું હોવાની હકીકત સામે આવી છે.
પોલીસે 3 ફોન અને લેપટોપ કબ્જે કર્યુંઆરોપી જે કંપનીમાં કામ કરતો હતો તે કંપની બીડીંગ પ્લેટફોર્મ એજન્સી તરીકે કાર્યરત હતી, જેમાં બિલ્ડીંગ માટે જમા કરાવવામાં આવેલી રકમની આરોપીએ ઉચાપત કરી હતી. હાલતો પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ત્રણ મોબાઈલ ફોન અને લેપટોપ કબજે કર્યું છે, જોકે બાકીની લાખો રૂપિયાની રકમનું તેણે શું કર્યું, ક્યાં વાપર્યા અને કોણે આપ્યા તેમજ ફરાર થવામાં કોઈએ તેની મદદ કરી છે કે કેમ તે તમામ બાબતોની તપાસ હાથ ધરવામાં આવી છે.

