બાસ્કેટબોલ પ્રેમીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે, અમદાવાદ FIBA U18 એશિયા કપ 2026 ની યજમાની કરવા જઈ રહ્યું છે. ભારત આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટનું આયોજન પૂરા 22 વર્ષના લાંબા અંતરાલ પછી કરી રહ્યું છે, જે દેશ માટે એક ગૌરવની વાત છે. આ ટુર્નામેન્ટમાં એશિયા અને ઓશેનિયાના કુલ 16 દેશોની અંડર-18 ટીમો ભાગ લેશે, જેઓ આગામી FIBA U19 બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 માટે ક્વોલિફાય થવાનો પ્રયાસ કરશે.
ભારતનો કઠિન મુકાબલોયજમાન ભારતને ગ્રુપ D માં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યાં તેણે નોકઆઉટ સ્ટેજમાં પહોંચવા માટે કોરિયા, જાપાન અને કઝાકિસ્તાન જેવી મજબૂત ટીમોનો સામનો કરવો પડશે. પ્રત્યેક ગ્રુપમાં નંબર એક ઉપર રહેનારી ટિમ સીધી ક્વાર્ટર ફાઇનલમાં રમશે, તેથી દરેક મેચ નિર્ણાયક રહેશે. આ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા, બહેરીન, ચીન, ચાઈનીઝ તાઈપેઈ, ઈરાન, કઝાકિસ્તાન, લેબનોન, ન્યુઝીલેન્ડ, ફિલિપાઈન્સ, કતાર, શ્રીલંકા, સીરિયા અને થાઈલેન્ડ જેવી ટીમો ભાગ લઈ રહી છે.

