Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમદાવાદમાં દુબઇથી જૂના સેમસંગ-આઇફોન મગાવી 'સીલ પેક'ના નામે વેચવાનો ખેલ, યુવકે ગ્રાહક સુરક્ષામાં કરી ફરિયાદ

અમદાવાદમાં દુબઇથી જૂના સેમસંગ-આઇફોન મગાવી 'સીલ પેક'ના નામે વેચવાનો ખેલ, યુવકે ગ્રાહક સુરક્ષામાં કરી ફરિયાદ

કેટલાંક સ્ટોરમાં બજાર કરતાં ઓછી કિંમતે આઇફોન કે સેમસંગનો ફોન ઓફર કરવામાં આવે તો ચેતી જજો, કારણ કે બ્રાંડેડ કંપનીના બોક્સમાંથી ખોલીને આપવામાં આવતો કથિત નવો મોબાઇલ ફોન વાસ્તવમાં જૂનો પણ હોઈ શકે છે. અમદાવાદના ગોમતીપુરમાં આવેલા એક મોબાઇલ સ્ટોરમાંથી આઇફોનને નવા બોક્સમાં પેક કરીને વેચવાનું ચોંકાવનારૂં કૌભાંડ સામે આવ્યું છે.આઇફોનના ઓરિજિનલ જેવા જ દેખાતા ગ્રાહકોને અસલી અને નવો જ મોબાઇલ લાગે તે માટે ફોનને આઇફોનના ઓરિજિનલ જેવા જ દેખાતા બોક્સમાં ચોક્કસ પદ્ધતિથી પ્લાસ્ટિક કવર પર હીટ મારીને પેક કરવામાં આવતો હતો.
ગોમતીપુરના આ સ્ટોરમાં આઇફોન બજાર ભાવ કરતાં પણ ઓછી કિંમતે ઓફર કરાતો હતો, જેમાં વેપારીએ સીલ પેક નવો જ મોબાઇલ આપવાની ખાતરી આપી હતી. આથી એક યુવકે ત્યાંથી ફોન ખરીદ્યો હતો. જોકે, યુવકે જ્યારે ફોનનું બોક્સ જાતે ઓપન કરીને મોબાઇલની તપાસ કરાવી ત્યારે તે જૂનો હોવાનું સામે આવતાં તેને ભારે આંચકો લાગ્યો હતો.કૌભાંડમાં સીધી સંડોવણીતપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા દુકાનદારની આ કૌભાંડમાં સીધી સંડોવણી હતી. તે કેટલાંક લોકો સાથે મળીને દુબઇથી જૂના અને યુઝ્ડ મોબાઇલ ફોન સસ્તામાં મગાવતો હતો અને ત્યારબાદ તેને અસલી જેવા દેખાતા બોક્સમાં પેક કરી સીલ મારી દેતો હતો, જેથી ગ્રાહકને પેકિંગ એકદમ અસલી જ લાગે.

વેપારી આ પ્રકારે સેમસંગના પ્રીમિયમ ફોન અને આઇફોનનું ગેરકાયદે વેચાણ કરતો હતો.
'ઇન્ટરનેશનલ સીલ પેક'ના નામે ઊંચી કિંમતે વેચતોસામાન્ય રીતે દુબઇથી લાવવામાં આવેલા આ જૂના ફોન દુકાનદાર 'ઇન્ટરનેશનલ સીલ પેક'ના નામે ઊંચી કિંમતે વેચતો હતો. નવા મોબાઇલના નામે છેતરાયેલા યુવકે જ્યારે આ અંગે દુકાનદાર સમક્ષ રજૂઆત કરી ત્યારે દુકાનદારે તેને ધમકી આપી હતી. આથી યુવકે ફોનના પેકિંગના વીડિયો તેમજ અન્ય પુરાવાઓના આધારે ગ્રાહક સુરક્ષા (કન્ઝ્યુમર ફોરમ)માં ફરિયાદ નોંધાવી છે. https://www.tv13gujarati.com/ Facebook: https://www.facebook.com/tv13gujarati Twitter : https://twitter.com/tv13gujarati Instagram : https://instagram.com/tv13gujarati linkedin : https://www.linkedin.com/company/9095... WhatsApp Channel : https: //whatsapp.com/channel/ 0029Va5h5lFLikgFQ1gJxZ2U WhatsApp Group : https://chat.whats app.com/L1eF5HL2qu51EIqrPVyoHB
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati