ભાવેશ રાજપૂત, અમદાવાદઅમદાવાદમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના બહાને લોકોની મહેનતની કમાણી હડપતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઈમની ટીમે આ મામલે છેતરપિંડી આચરતી ગેંગને બેંક એકાઉન્ટ પૂરા પાડનારા છ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે.
આ કૌભાંડમાં આરોપીઓએ ફરિયાદીને ઊંચા વળતરની લાલચ આપીને વિશ્વાસમાં લીધા હતા અને ત્યારબાદ અલગ-અલગ રીતે કુલ 57.90 લાખ રૂપિયાની માતબર રકમ પડાવી લીધી હતી.
આ કૌભાંડમાં આરોપીઓએ ફરિયાદીને ઊંચા વળતરની લાલચ આપીને વિશ્વાસમાં લીધા હતા અને ત્યારબાદ અલગ-અલગ રીતે કુલ 57.90 લાખ રૂપિયાની માતબર રકમ પડાવી લીધી હતી.
મુખ્ય સૂત્રધાર ફરારપ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આખા નેટવર્કનો મુખ્ય સૂત્રધાર દુબઈમાં બેઠેલો મયુર સાવલિયા છે, જે હાલ ફરાર છે. તે ત્યાંથી આખી ગેંગને ઓપરેટ કરતો હતો. સાયબર ક્રાઈમ વિભાગ હવે મયુર સાવલિયા સુધી પહોંચવા અને આ ગેંગ સાથે જોડાયેલા અન્ય તત્વોને પકડવા માટે તપાસ તેજ કરી છે. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ અજાણી વ્યક્તિ કે સોશિયલ મીડિયા પર મળતી ક્રિપ્ટો રોકાણની લાલચમાં આવીને પોતાની વિગતો કે નાણાં આપવા નહીં.