મોનિકા રાજપૂત, અમદાવાદઅમદાવાદમાં ચોમાસાના પ્રથમ જ વરસાદે પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ પર સવાલો ઊભા કર્યા છે. ન્યુ રાણીપ વિસ્તારમાં રોડ બેસી જતાં ભારે ટ્રેલર રસ્તા વચ્ચે ફસાઈ ગયું અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
અમદાવાદમાં પ્રથમ જ વરસાદે શહેરના માર્ગોની સ્થિતિ સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. વંદે માતરમથી ન્યુ રાણીપ જતાં મુખ્ય માર્ગ પર અચાનક રોડ બેસી જતાં ભારે ટ્રેલર રસ્તા વચ્ચે ફસાઈ ગયું હતું.
અમદાવાદમાં પ્રથમ જ વરસાદે શહેરના માર્ગોની સ્થિતિ સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. વંદે માતરમથી ન્યુ રાણીપ જતાં મુખ્ય માર્ગ પર અચાનક રોડ બેસી જતાં ભારે ટ્રેલર રસ્તા વચ્ચે ફસાઈ ગયું હતું.
સ્થાનિકોના જણાવ્યા મુજબ પ્રથમ જ વરસાદમાં રોડ બેસી જવાની ઘટના તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે. દર વર્ષે વરસાદ પહેલાં માર્ગોની મરામત અને જરૂરી કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ પ્રથમ વરસાદમાં જ રસ્તો ધસી પડતાં આ દાવાઓની હકીકત સામે આવી ગઈ છે. રોડ બેસી જવાને કારણે ભારે વાહનો ઉપરાંત સામાન્ય વાહનચાલકોને પણ અવરજવરમાં ભારે મુશ્કેલી પડી હતી. ટ્રાફિક ખોરવાતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.
આ ઘટનાએ ફરી એકવાર શહેરના માર્ગોની ગુણવત્તા અને વરસાદ પૂર્વે કરવામાં આવતી કામગીરી અંગે ચર્ચા જગાવી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સમયસર અને ગુણવત્તાયુક્ત કામગીરી કરવામાં આવી હોત તો આવી સ્થિતિ સર્જાઈ ન હોત. હવે લોકો તંત્ર પાસેથી તાત્કાલિક રસ્તાની મરામત તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે અસરકારક આયોજનની માંગ કરી રહ્યા છે. પ્રથમ જ વરસાદમાં સર્જાયેલી આ ઘટનાએ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રિ-મોન્સૂન તૈયારીઓ સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે.

