Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમરનાથ યાત્રા આજથી શરૂ, બાબા બર્ફાનીની પ્રથમ આરતીનો અલૌકિક Video આવ્યો સામે, તમે પણ કરો દિવ્ય દર્શન

અમરનાથ યાત્રા આજથી શરૂ, બાબા બર્ફાનીની પ્રથમ આરતીનો અલૌકિક Video આવ્યો સામે, તમે પણ કરો દિવ્ય દર્શન

'હર-હર મહાદેવ' અને 'બમ-બમ ભોલે'ના જયઘોષ સાથે આજથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે. આજે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શ્રદ્ધાળુઓની પ્રથમ બેચ બાબા બર્ફાનીના દરબાર માટે રવાના થઈ ગઈ છે. યાત્રાની શરૂઆતની સાથે જ પવિત્ર ગુફામાંથી બાબા બર્ફાનીની આરતીનો અલૌકિક અને અદ્ભુત વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને ભક્તોનો ઉત્સાહ બમણો થઈ ગયો છે.
વીડિયોમાં બાબા બર્ફાની પોતાના દિવ્ય સ્વરૂપમાં દર્શન આપી રહ્યા છે. જે લોકો અત્યારે આ યાત્રામાં સામેલ નથી થઈ શક્યા, તેઓ ઘરે બેઠા જ બરફથી બનેલા આ સ્વયંભૂ શિવલિંગના દર્શન કરી શકે છે. જણાવી દઈએ કે આ યાત્રા 28 ઓગસ્ટ (રક્ષાબંધન) સુધી ચાલશે.
આજે 3 જુલાઈ 2026ના રોજ મુખ્ય પૂજારીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને શંખનાદ સાથે બાબા બર્ફાનીની પ્રથમ આરતી કરવામાં આવી હતી. જુઓ આ આરતીનો દિવ્ય વીડિયો.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati