Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમરેલી જિલ્લામાં આકાશી આફત બાદ ભારે તારાજી, લોકોની વ્હારે આવ્યા સાંસદ ભરત સુતરિયા

અમરેલી જિલ્લામાં આકાશી આફત બાદ ભારે તારાજી, લોકોની વ્હારે આવ્યા સાંસદ ભરત સુતરિયા

રેશ પરમાર, અમરેલીઅમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી આકાશી આફતે ચારેય તરફ વિનાશ વેર્યો છે. કુદરતી કોપના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે અને લોકોના ઘરોમાં કાદવ-કિચડ ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આવી કપરી પરિસ્થિતિમાં જ્યારે વહીવટી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે અમરેલીના સાંસદ ભરત સુતરિયા જાતે મેદાનમાં ઉતરી આવ્યા છે અને અસરગ્રસ્ત લોકોના દુઃખમાં સહભાગી બન્યા છે.
સ્થાનિક સ્તરે જોવા મળતી તારાજી વચ્ચે સાંસદ ભરત સુતરિયાએ કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના શેડુભાર, હરિપર અને માચીયાળા જેવા સૌથી વધુ પ્રભાવિત ગામોની મુલાકાત લીધી હતી. કાદવ અને પાણી ભરાયેલા રસ્તાઓ વાહનોની અવરજવર માટે મુશ્કેલ હોવા છતાં, સાંસદ બાઈક પર સવાર થઈને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા. રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ જતાં તેઓ અટક્યા નહીં, પરંતુ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે જાતે જેસીબી (JCB) પર સવાર થઈને પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા.
માચીયાળા ગામમાં સાંસદે લોકોની રૂબરૂ મુલાકાત લઈને તેમની વેદના સાંભળી હતી. આ દરમિયાન ગ્રામજનોમાં વહીવટી તંત્રની કામગીરી અને મદદ પહોંચાડવામાં થઈ રહેલા વિલંબને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ પોતાની મુશ્કેલીઓ સાંસદ સમક્ષ રજૂ કરી હતી. સાંસદે પણ વહીવટી તંત્ર અને સરકાર દ્વારા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવા અંગે ખાતરી આપી હતી.
tv13 સાથેની ખાસ વાતચીતમાં સાંસદ ભરત સુતરિયાએ સમગ્ર જિલ્લાની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જનતા હાલ કફોડી હાલતમાં છે અને તેમને તાત્કાલિક અસરથી મદદની જરૂર છે. સરકાર દ્વારા ખેડૂતો અને અસરગ્રસ્ત પરિવારોને વળતર તેમજ તાત્કાલિક સહાય મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. ગ્રાઉન્ડ ઝીરો પર રહીને લોકોની વચ્ચે જઈને સાંસદ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની હાલ જિલ્લાભરમાં ચર્ચા જાગી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati