Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમરેલીના ખાંભામાં મેઘતાંડવ: પ્રથમ વરસાદે જ સર્જી જળબંબાકારની સ્થિતિ, 20 ગામો સંપર્કવિહોણા

અમરેલીના ખાંભામાં મેઘતાંડવ: પ્રથમ વરસાદે જ સર્જી જળબંબાકારની સ્થિતિ, 20 ગામો સંપર્કવિહોણા

મરેલી જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી સાથે જ આકાશી આફત વરસી છે. ખાંભા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાંબેલાધાર 8 ઈંચ વરસાદ ખાબકતાં સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો છે. પ્રથમ વરસાદમાં જ વહીવટી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઊડી ગયા છે અને સ્થાનિક નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
હાઈવે બંધ થતાં વાહનચાલકો અટવાયાભારે વરસાદના કારણે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ચોટીલા-ખાંભાથી નાગેશ્રી તરફ જતો નેશનલ હાઈવે 351G બંધ થઈ જતાં હજારો વાહનચાલકો રસ્તા પર જ અટવાઈ પડ્યા છે. રાણીગપરા ગામ નજીક કૂતરાખાણ પાસે ચાલુ પુલનું ડાઈવર્ઝન પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયું છે. આ મુખ્ય માર્ગ બંધ થવાથી ખાંભાથી જાફરાબાદ અને નાગેશ્રી જવાનો સંપર્ક તૂટી ગયો છે, જેના લીધે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.
તંત્રની ઘોર બેદરકારી: મોડી રાતથી હાઈવે બંધ છતાં કોઈ ફરક્યું નથીઆ કુદરતી આફત વચ્ચે સરકારી તંત્રની ઘોર બેદરકારી પણ સામે આવી છે. મોડી રાતથી નેશનલ હાઈવે 351G બંધ હોવા છતાં અને વાસના, ડેડાણ, ત્રાકુડા તથા મોટા બારમણ સહિતના 20 ગામો સંપર્કવિહોણા બન્યા હોવા છતાં હજી સુધી કોઈ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા નથી. તંત્રની આ ઢીલી નીતિને કારણે ગ્રામજનો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવાની માંગ ઉઠી રહી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati