Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Amreli Rain Update: ખાંભાની ધાતરવડી નદીમાં આવ્યું ઘોડાપૂર, ગીરના ગામડાંઓ જળબંબાકાર

Amreli Rain Update: ખાંભાની ધાતરવડી નદીમાં આવ્યું ઘોડાપૂર, ગીરના ગામડાંઓ જળબંબાકાર

રેશ પરમાર, અમરેલી અમરેલી જિલ્લામાં મોડી રાત્રે હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. ખાંભા અને ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર અને ધોધમાર વરસાદ પડવાને કારણે સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો છે. પ્રથમ વરસાદમાં જ મૂશળધાર પાણી વરસતાં સ્થાનિક નદી-નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
ધાતરવડી અને હડિયો નદીમાં ઘોડાપૂર, ઘરોમાં પાણી ઘૂસ્યા ઉપરવાસમાં અને ખાસ કરીને મીતીયાળા જંગલ વિસ્તારમાં થયેલા ભારે વરસાદને પગલે ખાંભાની સ્થાનિક ધાતરવડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે.
આ સાથે જ હડિયો નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. હડિયો નદીના પૂરના પાણી ખાંભાના નીચાણવાળા વિસ્તારોમાં અને રહેણાંક મકાનોમાં ઘૂસી ગયા છે. ખાંભાના દાઢીયાળી રોડ પર આવેલા અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને ઘરવખરીને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
અનેક માર્ગો બંધ, વાહનવ્યવહાર ઠપ્પભારે વરસાદ અને નદીઓના પૂરના કારણે ખાંભા પંથકનો વાહનવ્યવહાર ખોરવાયો છે. ખાંભાથી દાઢીયારી, થોરડી અને રાજુલા તરફ જવાનો મુખ્ય રસ્તો પાણી ફરી વળવાના કારણે તદ્દન બંધ થઈ ગયો છે. રસ્તાઓ બંધ થતાં ગીરના અનેક ગ્રામ્ય વિસ્તારો સંપર્કવિહોણા બન્યા છે અને પ્રશાસન દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ધરતીપુત્રોમાં 'કભી ખુશી કભી ગમ' જેવો માહોલચોમાસાના પ્રારંભે જ તમામ નદી-નાળા અને જળાશયો છલકાઈ જતાં ખેડૂતોમાં એકતરફ ખુશીની લહેર છે કે આગામી સમયમાં સિંચાઈના પાણીની ચિંતા દૂર થશે. પરંતુ બીજી તરફ, પહેલા જ વરસાદમાં ખેતરો બેટમાં ફેરવાઈ જતાં અને વાવણી ધોવાઈ જવાની ભીતિ વચ્ચે ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. હાલમાં સમગ્ર ખાંભા અને રાજુલા પંથકમાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati