જો તમે આવતા અઠવાડિયે બેંકમાં જવાનું આયોજન કરી રહ્યા હોવ, તો પહેલા રજાઓની યાદી તપાસી લેવી ખૂબ જરૂરી છે. 6 થી 12 જુલાઈ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં બેંકો કુલ 4 દિવસ બંધ રહેશે. આ રજાઓમાં પ્રાદેશિક તહેવારો ઉપરાંત બીજા શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓનો પણ સમાવેશ થાય છે. જોકે, રાહતની વાત એ છે કે આ દરમિયાન UPI અને નેટ બેંકિંગ જેવી ડિજિટલ સેવાઓ ચાલુ રહેશે, તેથી તમારા બેંકિંગના કામ સમયસર પૂર્ણ કરી લેવા.
9 જુલાઈના રોજ આ શહેરમાં રહેશે રજાઅઠવાડિયાના મધ્યમાં, ગુરુવાર 9 જુલાઈના રોજ શિલોંગમાં સ્થાનિક તહેવાર 'બેહ ડિંખલામ'ને કારણે જાહેર રજા રહેશે. આ રજાની અસર માત્ર શિલોંગની શાખાઓ પર જ જોવા મળશે, જ્યારે ભારતના અન્ય ભાગોમાં બેંકો ખુલ્લી રહેશે.
વીકએન્ડ પર દેશવ્યાપી બે દિવસીય રજાસાપ્તાહિક રજાઓ પર આખા દેશમાં બેંકો બંધ રહેશે. 11 જુલાઈના રોજ બીજો શનિવાર હોવાથી તમામ સરકારી અને ખાનગી બેંકો બંધ રહેશે, અને 12 જુલાઈના રોજ રવિવારની સાપ્તાહિક રજા રહેશે. આથી સતત બે દિવસ બેંક શાખાઓમાં કોઈ કામ થઈ શકશે નહીં.
નોંધ: 7 જુલાઈ (મંગળવાર), 8 જુલાઈ (બુધવાર) અને 10 જુલાઈ શુક્રવારના રોજ બેંકિંગ સેવાઓ સામાન્ય રહેશે. બેંક બંધ હોવા છતાં મોબાઈલ બેંકિંગ, ઈન્ટરનેટ બેંકિંગ, UPI, NEFT, RTGS અને ATM સેવાઓ 24/7 કાર્યરત રહેશે.

