જેમના માટે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. બે મજબૂત સિસ્ટમ સક્રિયઆ અંગે વિગતો આપતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અત્યારે બંગાળની ખાડી ઉપરાંત અરબ સાગર એમ બન્ને તરફ વરસાદી સિસ્ટમો મજબૂત રીતે સક્રિય છે. જે પૈકી અરબ સાગરની સિસ્ટમ હાલ સ્થિર હોવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના ભાગોમાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આગામી 3 દિવસ એટલે કે 7 જુલાઈ સુધી પણ રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.9 જિલ્લામાં ત્રણ દિવસ અત્યંત ભારે હવામાન નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર મળીને 9 જિલ્લામાં આગામી 3 દિવસ તીવ્રતા સાથે અતિભારે વરસાદ પડી શકે છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાની શક્યતા રહેશે.કચ્છ, જામનગર અને દ્વારકાને હજુ રાહ જોવી પડશેઆ ઉપરાંત અત્યાર સુધી વરસાદથી વંચિત રહેલા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ અને મહેસાણા જિલ્લામાં પણ આગામી 3 દિવસ મેઘમહેર થવાની પુરી શક્યતા છે. તેમજ સૌરાષ્ટ્રના મોરબી અને સુરેન્દ્રનગરના બાકી બચેલા તાલુકાઓમાં પણ સારો વરસાદ વરસી શકે છે.જ્યારે કચ્છ, દ્વારકા અને જામનગર જિલ્લાઓ માટે હજુ પણ ચિંતા યથાવત રહેશે, કારણ કે ત્યાં વરસાદનું જોર ઓછું રહેવાની શક્યતા છે. જો કે કચ્છના માંડવી, મુન્દ્રા, ગાંધીધામ અને ભચાઉમાં સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે, પરંતુ મોટાભાગનો જિલ્લો 7 જુલાઈ સુધી સારા વરસાદથી વંચિત જ રહેશે.
આવી જ રીતે દ્વારકા અને જામનગરના 50 ટકા ભાગોમાં જ વરસાદ પડી શકે છે. આમ છતાં ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી, કારણ કે આ ચોમાસાનો પ્રથમ રાઉન્ડ છે. જે બાદ આવનારા રાઉન્ડમાં આ વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસી શકે છે.