પૂર્વ બેંગલુરુના બ્રુકફિલ્ડમાં આવેલી જાણીતી IT કંપની 'કેપજેમિની'ના HAL કેમ્પસમાં આવેલા ડે-કેર સેન્ટરમાં બાળકો સાથે ગેરવર્તણૂક કરવા બદલ 5 મહિલાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સેન્ટરમાં 2 થી 3 વર્ષના માસૂમ બાળકો સાથે મારપીટ અને ક્રૂરતાના વીડિયો સામે આવ્યા બાદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો, જેમાંથી હવે એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
આરોપી નંબર 2 વિજયલક્ષ્મીની ધરપકડડે-કેર શિશુ ટોર્ચર કેસમાં પોલીસે વિજયલક્ષ્મી નામની મહિલાની ધરપકડ કરી છે. FIRમાં વિજયલક્ષ્મીને આરોપી નંબર 2 બનાવવામાં આવી છે. તપાસ અધિકારીના જણાવ્યા અનુસાર, વાયરલ વીડિયોના વેરિફિકેશન દરમિયાન વિજયલક્ષ્મીની ઓળખ થઈ હતી, જેના આધારે તેની ધરપકડ કરાઈ છે. ટૂંક સમયમાં જ તેને કોર્ટમાં રજૂ કરીને આગળની પૂછપરછ માટે પોલીસ કસ્ટડીની માંગ કરવામાં આવશે.
ડે-કેરના કર્મચારીઓની ક્રૂરતાપ્રાથમિક તપાસમાં પાંચેય આરોપી મહિલાઓની ઓળખ વિજયલક્ષ્મી, સિંધુ, મંજુલા, ભવાની અને બિંદુ તરીકે થઈ છે. આ તમામ મહિલાઓ એ જ ચાઇલ્ડકેર સેન્ટરની કર્મચારીઓ છે, જ્યાં IT કંપનીમાં કામ કરતા કર્મચારીઓ પોતાની ડ્યુટી દરમિયાન બાળકોને મૂકીને જતા હતા. ભોગ બનનાર તમામ બાળકોની ઉંમર માત્ર બે થી ત્રણ વર્ષની વચ્ચે છે.
જેટ સ્પ્રે અને વોશિંગ મશીનનો ઉપયોગ કરીને ટોર્ચર!વાયરલ થયેલા વીડિયોમાં આયાઓ બાળકોને ડરાવતી અને ધમકાવતી જોવા મળી રહી છે. આરોપ છે કે જ્યારે પણ બાળકો રડતા કે તોફાન કરતા, ત્યારે તેમને સજા આપવા માટે નીચે મુજબની અમાનવીય રીતો અપનાવવામાં આવતી હતી:બાળકોને ફ્રન્ટ-લોડિંગ વોશિંગ મશીનની અંદર પૂરી દેવાની ધમકી અપાતી.ટોઇલેટના જેટ સ્પ્રેથી માસૂમ બાળકોના મોં પર પાણીનો જોરદાર મારો ચલાવવામાં આવતો.બાળકોને વેસ્ટર્ન-સ્ટાઇલ ટોઇલેટ કમોડ પર જબરદસ્તી બેસાડી રાખવામાં આવતા.તેમને અંધારા બાથરૂમમાં એકલા બંધ કરી દેવામાં આવતા.
પોલીસ કરી રહી છે વીડિયોની તપાસબેંગલુરુ પોલીસે આ પાંચેય મહિલાઓ સામે જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઘટના ક્યારે બની અને શું અન્ય બાળકો સાથે પણ આવું અમાનવીય વર્તન થતું હતું કે કેમ, તે જાણવા માટે પોલીસ વીડિયો ફૂટેજની બારીકાઈથી તપાસ કરી રહી છે.

