તોરલ કવિભારત અને કેનેડા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા તણાવ વચ્ચે હવે સંબંધોમાં નવો વળાંક જોવા મળી રહ્યો છે. કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનીંન્દર સિધ્ધુએ ભારત અંગે મોટું નિવેદન આપતા કહ્યું છે કે, "ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે અને કેનેડા આ તક ગુમાવી શકતું નથી."
ખાલિસ્તાન મુદ્દા અને હર્ષદીપ સિંહ નિજ્જર હત્યા કેસ પછી બંને દેશોના સંબંધોમાં ભારે તણાવ આવ્યો હતો.
ખાલિસ્તાન મુદ્દા અને હર્ષદીપ સિંહ નિજ્જર હત્યા કેસ પછી બંને દેશોના સંબંધોમાં ભારે તણાવ આવ્યો હતો.
2023 બાદ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અને CEPA જેવી મહત્વપૂર્ણ વેપાર ચર્ચાઓ પણ અટકી ગઈ હતી. પરંતુ હવે માર્ક કાર્નેની સરકાર આવ્યા બાદ પરિસ્થિતિ બદલાતી દેખાઈ રહી છે.
2030 સુધી 50 અબજ ડોલરના વેપારનું લક્ષ્યકેનેડા અને ભારતે મળીને વર્ષ 2030 સુધી દ્વિપક્ષીય વેપારને 50 અબજ ડોલર સુધી પહોંચાડવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. આ માટે બંને દેશોએ ટ્રેડ ફોરમ પણ શરૂ કર્યો છે. મનિંદર સિદ્ધૂએ કહ્યું કે તેઓ 2026ના અંત સુધી CEPA (Comprehensive Economic Partnership Agreement)ને પૂર્ણ કરવા માંગે છે. ભારત તરફથી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સતત કેનેડાના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે જેથી વેપાર સંબંધોને નવી દિશા આપી શકાય.

"કેનેડા પાછળ રહી શકે નહીં"એક ઈન્ટરવ્યૂમાં જ્યારે મનિંદર સિદ્ધૂને પૂછવામાં આવ્યું કે કેટલાક ખાલિસ્તાન સમર્થક જૂથો આરોપ લગાવી રહ્યા છે કે સરકાર તેમની સુરક્ષા કરતાં ભારત સાથેના સંબંધોને વધુ મહત્વ આપી રહી છે, ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું: "ભારત ટૂંક સમયમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. UK, EU અને ન્યૂઝીલેન્ડ જેવા દેશો ભારત સાથે FTA કરી રહ્યા છે. કેનેડા આ તક ગુમાવવા માંગતું નથી." તેમના આ નિવેદનને કેનેડાની બદલાતી નીતિ તરીકે જોવામાં આવી રહ્યું છે.
ખાલિસ્તાન મુદ્દે પણ નરમાઈના સંકેતઈન્ટરવ્યૂ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેનેડાની ગુપ્તચર એજન્સીઓ ભારત સામે નરમ વલણ અપનાવી રહી છે કે નહીં, ત્યારે તેમણે સીધો જવાબ આપવાને બદલે કહ્યું: "અમારે આપણા સમુદાયોની સુરક્ષા માટે ભારત સાથે મળીને કામ કરવાની જરૂર છે."
રાજકીય વિશ્લેષકો માને છે કે આ નિવેદન દર્શાવે છે કે હવે કેનેડા ખાલિસ્તાન મુદ્દે સંતુલિત વલણ અપનાવવાની કોશિશ કરી રહ્યું છે અને ભારત સાથેના આર્થિક સંબંધોને પ્રાથમિકતા આપી રહ્યું છે.