Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Bharuch: અંકલેશ્વરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખત કેદ,50 હજારનો દંડ ફટકાર્યો

Bharuch: અંકલેશ્વરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખત કેદ,50 હજારનો દંડ ફટકાર્યો

અંકલેશ્વરની સ્પેશિયલ પોક્સો અને એડિશનલ સેશન્સ કોર્ટે સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. મળતી માહિતી મુજબ, અંકલેશ્વરમાં ગત 19 એપ્રિલ 2024 ના રોજ આરોપી વિજય પરમારે સગીરાને પોતાના મકાનના ધાબા પર બોલાવી તેની મરજી વિરુદ્ધ જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. તે સમયે સગીરાના માતા-પિતા આવી જતાં આરોપીને રંગે હાથ ઝડપી પાડી અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તથા સ્પેશિયલ પોક્સો જજ એસ.પી. રાહતકરની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પીયૂષ રાજપૂતે 47 દસ્તાવેજી પુરાવાઓ અને 13 મૌખિક પુરાવાઓ રજૂ કર્યા હતા.
સરકારી વકીલની દલીલો અને પુરાવા ધ્યાને રાખી કોર્ટે આરોપી વિજય પરમારને 20 વર્ષની સખત કેદ અને ₹50 હજારનો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ 5 મહિનાની સાદી કેદની સજાનો હુકમ કરાયો છે. ઉપરાંત, પોક્સો એક્ટ હેઠળ પીડિત સગીરાને ₹4 લાખનું વળતર ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati