Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ટંકારીયા ગામમાં ચાલતી જુગારની ક્લબ ઝડપી, 19 જુગારીઓ ₹2.42 લાખના મુદામાલ સાથે ઝબ્બે

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ટંકારીયા ગામમાં ચાલતી જુગારની ક્લબ ઝડપી, 19 જુગારીઓ ₹2.42 લાખના મુદામાલ સાથે ઝબ્બે

રૂચ એલસીબીની ટીમ પીઆઈ મનીષ વાળાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિમેષને બાતમી મળી હતી કે, ટંકારીયા ગામના ગોડર સ્ટ્રીટ વિસ્તારમાં રહેતો રફીક સુલેમાન સાપા પોતાના જૂના મકાનમાં બહારથી લોકોને બોલાવી જુગારનો અડ્ડો ચલાવી રહ્યો છે. LCB ના દરોડા દરમિયાન મકાનમાં જુગાર રમતા અને રમાડતા કુલ 19 શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
પોલીસ તપાસમાં મુખ્ય સંચાલક તરીકે રફીક સાપા હોવાનું સામે આવ્યું છે.
રૂ.500 એન્ટ્રી ફી વસૂલવામાં આવતી....જુગાર રમવા આવતા ખેલીઓ પાસેથી રૂ.500 એન્ટ્રી ફી વસૂલવામાં આવતી હતી. ત્યારબાદ રોકડ રકમ જમા કરાવી જુદી જુદી કિંમતના પ્લાસ્ટિકના ટોકન આપવામાં આવતા હતા. આ ટોકન રૂ.20, રૂ.50, રૂ.100 અને રૂ.200ના મૂલ્યના હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાત કલાક દીઠ રૂ.500 ટેબલ ચાર્જ પણ લેવામાં આવતો હોવાની વિગતો તપાસમાં સામે આવી છે. પોલીસે જુગારના સ્થળેથી અંગઝડતી તથા દાવ પરથી રૂ.1,16,815 રોકડા, વિવિધ કંપનીના 17 એન્ડ્રોઇડ અને કીપેડ મોબાઈલ ફોન, 151 પ્લાસ્ટિક ટોકન કોઈન, પ્લાસ્ટિક તથા સ્ટીલની ટોકરીઓ, જુગાર બોર્ડ અને પત્તાની કેટ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ.2,42,315 હોવાનું પોલીસે જણાવ્યું છે.
19 જુગારીઓ ઝડપાયા...દરોડા દરમિયાન ઝડપાયેલા શખ્સોમાં રફિક સાપા, લતીફ ઇસ્માઇલ રબદા, ફિરોઝ અમીર શેખ, આસીફ કાસમ મલેક, હારૂન ઇબ્રાહીમ સુતરીયા, જીતેશ પરસોત્તમ માછી, ભીખા કેસુર વસાવા, અબ્દુલ રસુલ ભટ્ટી, મહેશ ભાઈલાલ માછી, હારૂન ઇસ્માઇલ બાલા, અય્યુબ ઇસ્માઇલ સીંધી, લતીફ અહમદ પટેલ, રસીદ ઇબ્રાહીમ લાલન, પીર મહમદ ફકીર મહમદ મલેક, સબ્બીર ઇબ્રાહીમ પટેલ, ફારૂક ઇસ્માઈલ કાપડીયા, ઈમરાન ઇબ્રાહીમ લાલન, યાવર હુસેન ઉર્ફે બાબામીયા મુનીરમિયાં મલેક અને સલીમ વલી લાલનનો સમાવેશ થાય છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati