Dailyhunt
ભાવનગરમાં સાયબર ફ્રોડનો ભરડો: 21 કરોડના કૌભાંડમાં નોંધાયો ગુજસીટોકનો ગુનો

ભાવનગરમાં સાયબર ફ્રોડનો ભરડો: 21 કરોડના કૌભાંડમાં નોંધાયો ગુજસીટોકનો ગુનો

લ્પેશ ડાભી, ભાવનગરગુજરાતમાં સાયબર ગુનેગારો સામે પોલીસનું વલણ હવે વધુ આક્રમક બન્યું છે. ભાવનગરમાં સાયબર ફ્રોડના એક મોટા કૌભાંડમાં પોલીસે રાજ્યનો બીજો 'ગુજસીટોક' (GUJCOC)નો ગુનો દાખલ કરીને ખળભળાટ મચાવ્યો છે. અંદાજે 21 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડના આ કેસમાં અત્યાર સુધીમાં 8 આરોપીઓ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
તપાસ દરમિયાન પોલીસને ચોંકાવનારી વિગતો મળી છે કે, આ ગેંગ દ્વારા 134 મ્યુલ એકાઉન્ટ (Mule Accounts)નો ઉપયોગ કરીને ગેરકાયદે નાણાકીય વ્યવહારો કરવામાં આવતા હતા. હાલમાં પોલીસે 8 કરોડના ટ્રાન્ઝેક્શનના મજબૂત પુરાવા મેળવી લીધા છે, જેમાંના કેટલાક વ્યવહારો વિદેશી સ્થળો સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે.
આ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતી ગેંગના કુલ 10 સભ્યોમાંથી 9ની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. જોકે, આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર દશરથ ધાંધલા હજુ પણ ફરાર છે, જેને ઝડપી પાડવા ભાવનગર પોલીસ દ્વારા સઘન શોધખોળ અને ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સાયબર સુરક્ષાના આ ગંભીર મુદ્દે પોલીસ હવે દરેક પાસાની ઝીણવટભરી તપાસ કરી રહી છે, જેથી આ જાળમાં ફસાયેલા અન્ય લોકો અને વિદેશી લિંક્સનો પર્દાફાશ કરી શકાય.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati