Dailyhunt
ભુજમાં સસ્તા સોના અને પૈસા ડબલ કરવાની લાલચ આપતી ગેંગનો પર્દાફાશ, LCBએ બે આરોપીઓને ઝડપ્યા

ભુજમાં સસ્તા સોના અને પૈસા ડબલ કરવાની લાલચ આપતી ગેંગનો પર્દાફાશ, LCBએ બે આરોપીઓને ઝડપ્યા

સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો આપીને લોકોના પૈસા પડાવતી ટોળકીઓ વિરુદ્ધ પશ્ચિમ કચ્છ પોલીસે આકરા પાણીએ કામગીરી શરૂ કરી છે. ભુજમાંથી સસ્તું સોનું આપવાના અને પૈસા ડબલ કરી આપવાના બહાને છેતરપિંડી આચરતા બે શખ્સોને એલસીબી (LCB) પોલીસે રંગેહાથ દબોચી લીધા છે.શું હતો સમગ્ર મામલો?આરોપીઓએ ફેસબુક પર નકલી આઈડી બનાવીને લોકો સાથે છેતરપિંડીનું જાળ બિછાવ્યું હતું.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં ઇમરાન ઉર્ફે નીલભા કાસમ સુમરા અને મોસીમ કરીમ સુમરાનો સમાવેશ થાય છે. ઇમરાન સુમરાએ ફેસબુક પર 'વિજય પટેલ'ના નામે ફેક આઈડી બનાવી, પાંચ લાખના પંદર લાખ રૂપિયા કરી આપવાની લાલચ આપતી પોસ્ટ મૂકી હતી. તો મોસીમ સુમરાએ હાર્દિક પટેલના નામે નકલી આઈડી બનાવી, એક લાખના પાંચ લાખ કરી આપવા અને સસ્તું સોનું આપવાની લોભામણી લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરવાની તૈયારી કરી હતી.
પોલીસની સતર્કતા અને કાર્યવાહીભુજ એલસીબી ટીમને બાતમી મળતાની સાથે જ પોલીસે વોચ ગોઠવી આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ વિરુદ્ધ ભુજ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. હાલ પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા છેલ્લા 6 મહિનામાં છેતરપિંડીના કુલ 21 કેસો નોંધવામાં આવ્યા છે. સસ્તા સોના અને પૈસા ડબલ કરવાની લાલચ આપીને લોકોને ઠગનારા આવા શખ્સો પર પોલીસ સતત બાજ નજર રાખી રહી છે. પોલીસ પ્રશાસને ચેતવણી આપી છે કે આવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા આરોપીઓની મિલકત જપ્તી જેવી કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. લોકોએ પણ આવી લોભામણી પોસ્ટથી સાવધાન રહેવું જોઈએ અને કોઈપણ અજાણી વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati