એલાયન્સ એરની દિલ્હીથી આવેલ ફ્લાઈટની બિલાસપુર એરપોર્ટ પર લેન્ડિંગ સમયે જ વિમાનનું ટાયર ફાટ્યું હતું. જેમાં 37 પ્રવાસીઓ અને 4 ક્રૂ મેમ્બર સવાર હતા. તમામ 41 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. કોઈના ઈજાગ્રસ્ત થવાના એહવાલ નથી. વિમાનની પછીની ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. લેન્ડિંગ સમયે જ ડાબી તરફનું ટાયર ફાટ્યુંઆ ઘટના શુક્રવાર સવારે લગભગ 11 વાગ્યાની છે.
તમામને એરપોર્ટ ટર્મિનલ ભવનમાં લઈ જવાયા હતા. એરલાયનનાં એક અધિકારીએ આ ઘટનાની પૃષ્ટિ કરી હતી.
વિમાનની અન્ય ઉડાનો રદ કરવામાં આવી, ટેક્નિકલ તપાસ શરૂટાયર ખરાબ થવાને કારણે વિમાનની આગળની તમામ ઉડાન રદ કરવામાં આવી હતી. આ ફ્લાઈટ બિલાસપુરથી આગળનાં સ્થાને જવાની હતી.
જોકે, આ ઘટના બાદ વિમાનની ટેક્નિકલ તપાસ અને જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. એરલાઈન કંપની દ્વારા પ્રવાસીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. ટાયર ફાટવા પાછળનું કારણ પણ તપાસવામાં આવી રહ્યું છે.

