Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો 10 ગ્રામ 24 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ

ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો 10 ગ્રામ 24 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ

લ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીના વાયદા ભાવમાં નબળાઈ જોવા મળી હતી. ગયા શુક્રવારના 2,37,410 રૂપિયા પ્રતિ કિલોગ્રામના બંધ ભાવની સરખામણીએ સોમવારે ચાંદી ગગડીને 2,36,001 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. આમ, એક જ દિવસમાં ચાંદીમાં 1,409 રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો છે.સોનાના ભાવમાં પણ સોમવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. 5 ઓગસ્ટની એક્સપાયરી વાળું સોનું ગત બંધ ભાવ 1,47,378 રૂપિયાની સામે 1,47,135 રૂપિયા પર ખુલ્યું હતું.
ત્યારબાદ તેમાં થોડી રિકવરી જોવા મળી અને ભાવ 1,47,509 રૂપિયા સુધી પહોંચ્યા હતા, પરંતુ ફરીથી તે રેડ ઝોનમાં સરકી ગયું હતું.
રેકોર્ડ સ્તરથી કેટલું દૂર?વર્ષની શરૂઆતમાં સોના અને ચાંદીએ ઐતિહાસિક સ્તર સ્પર્શ્યું હતું, જ્યારે સોનું 2 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 4 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામની સપાટીને ઓળંગી ગઈ હતી. જોકે, તે રેકોર્ડ સ્તર બાદ બંને કિંમતી ધાતુઓમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગયા અઠવાડિયાની વાત કરીએ તો 26 જૂનના રોજ 10 ગ્રામ ૨૪ કેરેટ સોનાનો ભાવ 1,44,162 રૂપિયા હતો, જે શુક્રવાર સુધીમાં વધીને 1,47,378 રૂપિયા થયો હતો. તેવી જ રીતે, ચાંદી પણ 2,23,472 રૂપિયાથી વધીને 2,37,410 રૂપિયા સુધી પહોંચી હતી, પરંતુ સોમવારની શરૂઆતે આ વધારા પર બ્રેક લગાવી દીધી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati