OpenAIનું ChatGPT એ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે અને શનિવારે બપોરે અચાનક જ તેની સેવાઓ ઠપ થયાનું સામે આવ્યું. ભારત સહિત સમગ્ર વિશ્વના યુઝર્સે આ મામલે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી. આ મામલે કંપનીએ પણ ચેટજીપીટી સર્વિસમાં સમસ્યા આવી રહી હોવાનું સ્વીકાર્યું. ઘણાં દેશોના યુઝર્સે ચેટજીપીટી બંધ હોવાની ફરિયાદ કરીસમગ્ર વિશ્વમાં ઈન્ટરનેટ વેબસાઈટના આઉટેજને ટ્રેક કરનાર વેબસાઈટ ડાઉનડિટેક્ટરે પણ કન્ફર્મ કર્યું કે ચેટજીપીટીની સર્વિસમાં સમસ્યાઓ સામે આવી રહી છે.
એપ્લિકેશન અને વેબસાઈટ બંને પર સમસ્યાઓ ડાઉન ડિકેટ્ટર પર લોકોએ જણાવ્યું કે, તેઓ પોતાના કામમાં AIનો ઉપયોગ નથી કરી રહ્યાં. યુઝર્સને એપ્લિકેશન અને વેબસાઈટ બંને પર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચેટજીપીટી એ એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ (AI) ચેટબોટ છે. જેને OpenAIએ તૈયાર કર્યું છે. વિશ્વના ટોચના AI ચેટબોટમાં ચેટજીપીટી પણ સામેલ છે. AI ચેટબોટ પ્રોમ્પટ લખવા પર યુઝર્સે કરેલા સવાલોના જવાબ આપે છે. તે પત્ર લખી શકે છે, અનુવાદ કરી શકે છે અને કહાણી પણ લખીને આપી શકે છે. તેની મદદથી સોશિયલ મીડિયા ઈમેજ પણ બનાવી શકાય છે. ઘણાં લોકો ઈમેલ અને સોશિયલ મીડિયા પોસ્ટ લખવા માટે તેની મદદ લેતા હોય છે. ઘણી કંપનીઓ ઘણાં રુટિન કામોમાં AIનો ઉપયોગ કરી રહ્યાં છે.

