અંતરિયાળ આદિવાસી ગામોની કાચી ભીંતો પર કંડારાયેલી આસ્થા-પીઠોરા કળાએ આજે પોતાના વિશિષ્ટ રંગોથી સમગ્ર દેશનું ધ્યાન આકર્ષિત કર્યું છે. છોટાઉદેપુરના પીઠોરા 'લખારા' પરેશ રાઠવાની અથાક સાધના થકી આ પુરાતન ધરોહરને રાષ્ટ્રીય ઓળખ મળી અને વર્ષ 2023માં તેમને 'પદ્મશ્રી' પુરસ્કારથી નવાજવામાં આવ્યા. GI ટેગ પ્રાપ્ત આ પ્રાચીન કળા આજે સેંકડો કલાકારો માટે આજીવિકા અને ગૌરવનું સબળ માધ્યમ બની છે.
સરકારી યોજનાઓના પીઠબળથી પીઠોરા કળા રાષ્ટ્રીય પ્રદર્શનોમાં પહોંચીટ્રાઇફેડ (TRIFED) અને વિવિધ સરકારી યોજનાઓના પીઠબળથી પીઠોરા કળા આજે રાષ્ટ્રીય પ્રદર્શનોમાં અગ્રણી સ્થાન પામી છે. સંરક્ષણ અને સુવ્યવસ્થિત બજાર મળતાં, અંતરિયાળ વિસ્તારની આ પરંપરા આજે સ્થાનિક કલાકારો માટે આર્થિક સ્વાવલંબન અને આત્મનિર્ભરતાનું પ્રતીક બની ચૂકી છે.

