Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દેશમાં હવે મેઘમંડાણ..! 80 kmની ઝડપે ફૂકાશે પવન, 21 રાજ્યોમાં મુશળધાર વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની આગાહી

દેશમાં હવે મેઘમંડાણ..! 80 kmની ઝડપે ફૂકાશે પવન, 21 રાજ્યોમાં મુશળધાર વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની આગાહી

દેશભરમાં હવે મેઘરાજાએ અત્યંત આક્રમક અને રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગની ચેતવણી અનુસાર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાત સહિત દેશના 21 જેટલા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ સાથે તોફાની પવન ફૂંકાવવાની પ્રચંડ સંભાવના છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ અને ઉત્તર ભારતમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી સમયમાં હવામાન વધુ જોખમી બની શકે છે, જેને લઈને તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દેશમાં ચોમાસાની આક્રમક ગતિવિધિ વચ્ચે હવામાન વિભાગે અત્યંત ચિંતાજનક નવું એલર્ટ જારી કર્યું છે. 29 ઓગસ્ટના રોજ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ અને તેલંગાણા સહિત કુલ ૨૧ રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ગંભીર ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. આ કુદરતી કહેર દરમિયાન 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ભયાનક ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે, જે સામાન્ય જનજીવનને વ્યાપક પ્રમાણમાં અસ્તવ્યસ્ત કરી નાખવા માટે પૂરતા છે.
હવામાન વિભાગની આ ગંભીર ચેતવણીને પગલે ખેડૂતો, માછીમારો અને સામાન્ય નાગરિકોને અત્યંત સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આટલી તીવ્ર ગતિના પવનો ફૂંકાવાથી રસ્તાઓ પર મોટા અને જૂના વૃક્ષો મૂળમાંથી ઉખડીને ધરાશાયી થઈ શકે છે, જેનાથી વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે. ખાસ કરીને જે મુસાફરો ગાઢ જંગલ અથવા પર્વતીય વિસ્તારોમાંથી પ્રવાસ કરવાના છે, તેમને ઘરની બહાર નીકળતા પહેલા સંબંધિત હવામાન વિભાગનું તાજેતરનું અપડેટ અચૂક ચકાસી લેવા વિનંતી કરાઈ છે. આ ઉપરાંત, પૂર્વ ભારતના રાજ્યોના અનેક જિલ્લાઓમાં આગામી કલાકો ભારે રહેવાના છે, જ્યાં આકાશમાંથી વીજળી પડવાના (વજ્રપાત) ભયજનક બનાવો બની શકે છે.
હવામાનમાં આવી રહેલા આ અચાનક અને મોટા ફેરફાર પાછળ બંગાળની ખાડીમાંથી ફૂંકાતી તેજ ભેજવાળી હવાનો મોટો હાથ છે. આ સાથે જ ઉત્તર હરિયાણા અને દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશના આસપાસના વિસ્તારોમાં ઉપરની હવાના સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થવાને કારણે સ્થિતિ વધુ વિકટ બની છે. દેશના ૬થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની સાથે કરા પડવાની પણ પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારાના પટ્ટા પર રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે. પ્રશાસન દ્વારા તમામ પ્રકારની આપત્તિઓનો સામનો કરવા માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરાઈ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati