Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દિલ્હીમાં CNGના ભાવમાં 4 રૂપિયા વધારો, નવો ભાવ 86.98 રૂપિયા થયો

દિલ્હીમાં CNGના ભાવમાં 4 રૂપિયા વધારો, નવો ભાવ 86.98 રૂપિયા થયો

દિલ્હી અને આસપાસના એનસીઆર વિસ્તારોમાં વાહનચાલકોને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 3.89 રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્હીમાં CNGનો નવો ભાવ 86.98 રૂપિયા થતા વાહનચાલકોને હાલાકી ભોગવવી પડશે. આ નવી કિંમતો આજથી સવારે 6 વાગ્યાથી સમગ્ર દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, મેરઠ અને ગુરુગ્રામમાં સત્તાવાર રીતે લાગુ થઈ ચૂકી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં લિક્વિફાઇડ નેચરલ ગેસની ઊંચી કિંમતો અને પશ્ચિમ એશિયાના તણાવને કારણે આ નિર્ણય લેવાયો છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે એનર્જી પ્રોડક્ટ્સ મોંઘી બની છે. સીએનજી માટે જરૂરી ગેસનો મોટો જથ્થો આયાતી એલએનજી પર આધારિત છે, જેના કારણે ઇનપુટ કોસ્ટમાં ભારે વધારો નોંધાયો છે. આ સાથે હોરમુઝ સ્ટ્રેટથી માલસામાનની આવાજાવી પ્રભાવિત થવાથી વૈશ્વિક બજારમાં ગેસના ભાવ બમણા થઈ ગયા છે. કંપની દ્વારા પડતર કિંમતના દબાણને પહોંચી વળવા માટે આ આશિંક વધારો કરવાનું અનિવાર્ય બન્યું હતું.
આ વર્ષે CNGના ભાવમાં થયેલો આ 5મીવાર વધારો થયો છે. આ અગાઉ મે મહિનામાં પણ સતત ચરણોમાં ભાવ વધારવામાં આવ્યા હતા. ભાવ વધારાને કારણે હવે નોઈડા અને ગાઝિયાબાદમાં સીએનજીનો ભાવ ૯૫.૫૯ રૂપિયા, મેરઠમાં ૯૫.૪૭ રૂપિયા અને ગુરુગ્રામમાં ૯૨.૦૧ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. વિવિધ રાજ્યોમાં લાગુ વેલ્યુ-એડેડ ટેક્સના અલગ માળખાને કારણે કિંમતોમાં તફાવત જોવા મળે છે. સીએનજી મોંઘી થવાથી દિલ્હી-એનસીઆરમાં મુસાફરી કરવી અને માલસામાનની હેરફેર મોંઘી બની છે. ઓટો-રિક્ષા, ટેક્સી અને કોમર્શિયલ વાહનો મોટા પાયે સીએનજી પર ચાલે છે, જેના કારણે પરિવહન ખર્ચ વધવાથી સામાન્ય જનતા પર ભાડાનું ભારણ સીધી રીતે વધી ગયું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati