Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
EPF Interest 2025-26: 7.5 કરોડ PF ખાતાધારકો માટે ખુશખબર, 15 દિવસમાં જમા થશે વ્યાજ, જુઓ કેલ્ક્યુલેશન

EPF Interest 2025-26: 7.5 કરોડ PF ખાતાધારકો માટે ખુશખબર, 15 દિવસમાં જમા થશે વ્યાજ, જુઓ કેલ્ક્યુલેશન

દેશના કરોડો નોકરિયાત લોકો જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા, તે આવી ગઈ છે. સરકાર નોકરિયાત વર્ગના ખાતામાં આજથી PF (પ્રોવિડન્ટ ફંડ) નું વ્યાજ આપવાનું શરૂ કરશે. દેશના સરકારી હોય કે ખાનગી કર્મચારીઓ, બધા માટે આ એક ખુશખબર છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી 15 દિવસમાં તમામ 7.5 કરોડ PF સબસ્ક્રાઇબર્સના ખાતામાં વ્યાજની રકમ જમા કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે.
સરકાર દ્વારા વર્ષ 2025-26 માટે 8.25% ના દરે વ્યાજ આપવાનો નિર્ણય લેવાયો છે.
તમને કેટલું વ્યાજ મળશે? (સામાન્ય ગેરસમજ)સામાન્ય રીતે લોકો એવું માની લે છે કે 31 માર્ચ 2026 સુધીમાં જે લોકોના PF ખાતામાં કુલ 10 લાખ રૂપિયા જમા હશે, તેમને 8.25% ના દરે સીધા 82,500 રૂપિયા મળશે. તેવી જ રીતે 5 લાખ જમા હોય તો 41,250 રૂપિયા મળશે. જો તમે પણ આવું વિચારો છો, તો તમારી ગણતરી ખોટી છે. PF ની ગણતરી આટલી સીધી હોતી નથી. વ્યાજની ગણતરી દર મહિનાના રનિંગ બેલેન્સ (ક્લોઝિંગ બેલેન્સ) પર થાય છે, ભલે તે જમા નાણાકીય વર્ષના અંતે થતું હોય.
PF ના વ્યાજની સાચી ગણતરી સમજોEPFO તમારા વ્યાજની ગણતરી દર મહિનાના અંતે બચેલા બેલેન્સ પર કરે છે. માસિક વ્યાજ દર શોધવા માટે વાર્ષિક વ્યાજ દરને 12 વડે ભાગવામાં આવે છે.વાર્ષિક વ્યાજ દર: 8.25%
માસિક વ્યાજ દર: 8.25 / 12 = 0.6875%
ઉદાહરણ: દર મહિને 10,000 રૂપિયા જમા થાય તો?ધારો કે તમે 1 એપ્રિલ 2025 થી નોકરી શરૂ કરી અને દર મહિને 10,000 રૂપિયા જમા થાય છે, તો માર્ચના અંત સુધીમાં 1,20,000 રૂપિયા જમા થશે. જુઓ તેના પર વ્યાજ કેવી રીતે ગણાશે:

મહિનો (2025-26) માસિક ક્લોઝિંગ બેલેન્સ (રૂ.) વ્યાજની ગણતરી (0.6875% મુજબ) (રૂ.)એપ્રિલ 10,000 68.75મે 20,000 137.50જૂન 30,000 206.25જુલાઈ 40,000 275.00ઓગસ્ટ 50,000 343.75સપ્ટેમ્બર 60,000 412.50ઓક્ટોબર 70,000 481.25નવેમ્બર 80,000 550.00ડિસેમ્બર 90,000 618.75જાન્યુઆરી 1,00,000 687.50ફેબ્રુઆરી 1,10,000 756.25માર્ચ 1,20,000 825.00

કુલ વ્યાજ: 5,362.50 રૂપિયા.વર્ષના અંતે તમારું કુલ ફંડ 1,20,000 + 5,362.50 = 1,25,362.50 રૂપિયા થશે.
10 લાખ વાળાને વ્યાજમાં કેટલા મળશે?હવે ધારો કે કોઈ વ્યક્તિના ખાતામાં 31 માર્ચ 2026 સુધીમાં કુલ 10 લાખ રૂપિયા જમા થાય છે.
31 માર્ચ 2025 નું જૂનું બેલેન્સ: 8,80,000 રૂપિયા
2025-26 માં નવું જમા થયેલ PF (દર મહિને 10 હજાર મુજબ): 1,20,000 રૂપિયા
આ કિસ્સામાં એપ્રિલ મહિનામાં 8,90,000 રૂપિયા પર વ્યાજ ગણાશે (જે 6,118.75 રૂ. થશે). આમ દર મહિને 10 હજાર વધતા જશે અને માર્ચ 2026 માં 10 લાખ પર વ્યાજ ગણાશે. આ તમામ 12 મહિનાના વ્યાજનો સરવાળો કરીએ તો તે 77,962.50 રૂપિયા થાય છે.
એટલે કે 10 લાખ રૂપિયા વાળા વ્યક્તિને 82,500 નહીં, પરંતુ 77,962.50 રૂપિયા વ્યાજ મળશે અને તેનું કુલ ફંડ 10,77,962.50 રૂપિયા થઈ જશે.
આમ, PF વ્યાજની સાચી પદ્ધતિ માસિક બેલેન્સ પર આધારિત છે, જે જાણવી દરેક કર્મચારી માટે ખૂબ જરૂરી છે.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati