ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે નિવૃત્તિ પછીનું જીવન આર્થિક રીતે સુરક્ષિત રહે તે સૌથી મોટી ચિંતા હોય છે. સરકારી નોકરીની જેમ પ્રાઈવેટ સેક્ટરમાં કોઈ સીધું પેન્શન નથી હોતું, પરંતુ જો તમારો પીએફ (PF) કપાય છે, તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ની એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ (EPS) તમારા માટે એક મજબૂત સહારો બની શકે છે.
મે 2026 માં નિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓ હવે કોઈ એજન્ટની મદદ વિના પોતે જ પોતાની પેન્શનની રકમ જાણી શકે છે.
PF ખાતાનું ગણિત અને પેન્શન ફંડઘણા કર્મચારીઓ માને છે કે PF એટલે માત્ર નિવૃત્તિ વખતે મળતી એકમ રકમ. પરંતુ હકીકતમાં, તમારા પગારમાંથી કપાતા 12% સીધા તમારા EPF ખાતામાં જાય છે, જ્યારે તમારી કંપનીના 12% ફાળામાંથી 8.33% રકમ EPS (Pension Fund) માં જમા થાય છે. આ રકમ જ તમારા ઘડપણની લાકડી બને છે. જોકે, પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછી 10 વર્ષની પેન્શનપાત્ર સેવા (Service) હોવી અનિવાર્ય છે.
પેન્શન ગણવા માટેનું સરળ સૂત્રEPFO એ પેન્શનની ગણતરી માટે અત્યંત પારદર્શક ફોર્મ્યુલા નક્કી કરી છે:

માસિક પેન્શન = (પેન્શનપાત્ર પગાર × નોકરીના કુલ વર્ષ) / 70
અહીં બે બાબતો ખાસ સમજવા જેવી છે:
મર્યાદિત પગાર: હાલના નિયમ મુજબ, પેન્શનની ગણતરી માટે મહત્તમ પગારની મર્યાદા ₹15,000 નક્કી કરવામાં આવી છે. ભલે તમારી સેલેરી વધારે હોય, પણ પેન્શન ફંડ માટે ગણતરી આ મર્યાદા મુજબ જ થશે.
સેવાના વર્ષો: જો તમે 20 વર્ષ કે તેથી વધુ સમય સુધી નોકરી કરી હોય, તો તમને 'બોનસ' તરીકે વધુ 2 વર્ષનો લાભ મળે છે.
ઉદાહરણ દ્વારા સમજોધારો કે કન્હૈયા નામના કર્મચારી મે 2026 માં રિટાયર થાય છે અને તેમની કુલ સર્વિસ 35 વર્ષની છે. નિયમ મુજબ ₹15,000 ના પગાર પર ગણતરી કરીએ તો:(15,000 × 35) / 70 = ₹7,500 દર મહિને.
જો કોઈ કર્મચારીની નોકરીનો ગાળો વધુ હોય, જેમ કે 50 વર્ષ (જો કોઈ વહેલી ઉંમરે જોડાયા હોય), તો આ રકમ ₹10,714 સુધી પહોંચી શકે છે.
સમય પહેલા પેન્શન લેવાના ગેરફાયદાEPFO ના નિયમ મુજબ, પૂરેપૂરું પેન્શન મેળવવા માટે 58 વર્ષની ઉંમર પૂર્ણ થવી જરૂરી છે. જો કોઈ કર્મચારી 50 વર્ષની ઉંમરે અર્લી પેન્શન (Early Pension) લેવાનું નક્કી કરે, તો તેને દર વર્ષે 4% લેખે ઓછું પેન્શન મળશે. એટલે કે, 58 વર્ષના બદલે 50 વર્ષે પેન્શન લેવાથી કુલ રકમમાં 32% નો ઘટાડો થઈ શકે છે.
નિવૃત્તિ સમયે આર્થિક આયોજન ખૂબ જરૂરી છે. જો તમે 10 વર્ષની નોકરી પૂર્ણ કરી છે અને 58 વર્ષની ઉંમરે નિવૃત્ત થાવ છો, તો EPFO ના આ ફોર્મ્યુલાથી તમે ગૌરવભેર નિવૃત્ત જીવન જીવી શકો છો. તમારી સર્વિસ હિસ્ટ્રી અને ઉંમર મુજબ આજે જ તમારી પેન્શન રકમ તપાસો.