Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
એપ્રિલ-મે 2027માં પ્લાસ્ટિક નોટ બહાર પડાશે, RBI ગવર્નરે કહ્યું- 30 વર્ષ સુધી ચાલશે

એપ્રિલ-મે 2027માં પ્લાસ્ટિક નોટ બહાર પડાશે, RBI ગવર્નરે કહ્યું- 30 વર્ષ સુધી ચાલશે

પોલીમર એટલે કે પ્લાસ્ટિક નોટનો પ્રારંભ આવતા વર્ષે એપ્રિલ-મેથી થઈ શકે છે. આ માહિતી આરબીઆઈ મોનિટરી પોલિસી કમિટી એટલે કે- એમપીસીની 3 દિવસ ચાલેલી બેઠક બાદ ગવર્નર સંજય મલ્હોત્રા એ આપી હતી. તેમણે કહ્યું કે- પ્રારંભમાં અમે પહેલા નાની કિંમતની નોટો સાથે પ્લાસ્ટિક નોટને લૉન્ચ કરીશું. જેનું માર્કેટ સર્ક્યુલેશન અને ઉપયોગ સૌથી વધુ હોય છે.
વિશ્વનાં ઘણાં દેશોમાં આ નોટો સફળ રહી છેઃ ગવર્નરગવર્નરે કહ્યું કે,' યુકે, ઓસ્ટ્રેલિયા અને કેનેડા સહિત વિશ્વભરના ઘણાં દેશોમાં 30 વર્ષથી વધુ સમયથી પોલિમર ચલણી નોટોનો સફળતાપૂર્વક ઉપયોગ થઈ રહ્યો છે. ભારતમાં, કાગળની નોટો, ખાસ કરીને નાની ₹10, ₹20 અને ₹50 ની નોટો, ખૂબ જ ઝડપથી ગંદી થઈ જાય છે અથવા ફાટી જાય છે. પ્લાસ્ટિક નોટની સારી વાત એ છે કે- તેનાથી ચલણી નોટોનું આયુ વધી જશે. પાણી કે ભેજને કારણે તે ખરાબ નહીં થાય અને વારંવાર નોટ છાપવાનો ખર્ચ બચી જશે.'
કાગળની નોટો ચાલતી રહેશે, તાત્કાલિક બજારમાંથી નહીં હટેપ્લાસ્ટિકની નોટોને માર્કેટમાં તબક્કાવાર બહાર પાડવામાં આવશે. આ સમયે જૂની અને કાગળની નોટો ચાલતી રહેશે. જ્યાંસુધી પ્લાસ્ટિકની નાની કિંમતોની નોટ માર્કેટમાં વ્યવસ્થિત રીતે સ્થાન ના બનાવી લે ત્યાંસુધી કાગળની નોટોને માર્કેટમાંથી પરત ખેંચાશે નહીં. વિશ્વનાં 60થી વધુ દેશમાં પોલીમર બેંકનોટ્સ ચલણમાં સામેલ થઈ ચૂકી છે.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati