Dailyhunt
Fact check: ભીષણ ગરમીમાં વીજળી સંકટ? બ્લેકઆઉટની અફવાઓ પર સરકારનો મોટો ખુલાસો

Fact check: ભીષણ ગરમીમાં વીજળી સંકટ? બ્લેકઆઉટની અફવાઓ પર સરકારનો મોટો ખુલાસો

મગ્ર ભારતમાં અત્યારે આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. પારો 45 ડિગ્રીને પાર કરી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયા પર એક એવી અફવાએ જોર પકડ્યું હતું કે દેશના પાવર પ્લાન્ટ્સમાં કોલસો ખતમ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં મોટા પાયે બ્લેકઆઉટ એટલે કે વીજળી ગુલ થઈ શકે છે. જોકે, ભારત સરકારે આ તમામ અહેવાલોને પાયાવિહોણા ગણાવીને જનતાને મોટી રાહત આપી છે.
નેશનલ ગ્રીડ સંપૂર્ણ સુરક્ષિત અને સ્થિરપ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) અને વીજ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશમાં કોઈ વીજળી સંકટ નથી. ભલે ગરમીને કારણે એસી અને કુલરનો વપરાશ વધ્યો હોય, પરંતુ આપણું નેશનલ ગ્રીડ અત્યંત સ્થિર છે. સરકારે જણાવ્યું કે 2 મે 2026 ના રોજ દેશની પીક પાવર ડિમાન્ડ 229 ગીગાવોટ (GW) સુધી પહોંચી હતી, જેને કોઈ પણ પ્રકારના કાપ વગર સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી છે. ગ્રીડની ફ્રીક્વન્સી પણ નિયત ધોરણો મુજબ જાળવવામાં આવી રહી છે.
કોલસાનો પૂરતો જથ્થો ઉપલબ્ધઅફવાઓ એવી હતી કે થર્મલ પાવર પ્લાન્ટ્સ પાસે કોલસો નથી. તેના જવાબમાં સરકારે આંકડા જાહેર કરતા જણાવ્યું કે હાલમાં દેશના વીજ મથકો પર 53.702 મિલિયન ટન કોલસાનો મજબૂત સ્ટોક ઉપલબ્ધ છે. આ જથ્થો કોઈપણ વિક્ષેપ વગર વીજળી ઉત્પાદન કરવા માટે પૂરતો છે. એટલે કે આગામી દિવસોમાં કોલસાની અછતને કારણે પાવર કટ થવાની કોઈ શક્યતા નથી.

માંગમાં 8-9% નો ઉછાળોચાલુ વર્ષના એપ્રિલ મહિનાના આંકડા જોઈએ તો ગત વર્ષની સરખામણીએ વીજ વપરાશમાં 8 થી 9 ટકાનો વધારો નોંધાયો છે. 25 એપ્રિલ 2026 ના રોજ પાવર ડિમાન્ડ 256.1 ગીગાવોટની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. આટલી જંગી માંગ છતાં ભારતે પડોશી દેશોને પણ વીજળીની નિકાસ ચાલુ રાખી છે, જે ભારતની મજબૂત વીજ ઉત્પાદન ક્ષમતા દર્શાવે છે.
આગામી પડકારો અને સરકારની તૈયારીહવામાન વિભાગ (IMD) એ હજુ વધુ આકરી લૂ અને ગરમીની આગાહી કરી છે. નિષ્ણાતોના મતે મે અને જૂન મહિનામાં પાવર ડિમાન્ડ 270 ગીગાવોટ સુધી પહોંચી શકે છે. આ પડકારને પહોંચી વળવા માટે સરકારે પહેલેથી જ તૈયારી કરી લીધી છે. નાણાકીય વર્ષ 2026 દરમિયાન દેશની ઉત્પાદન ક્ષમતામાં 65 ગીગાવોટનો વધારો કરવામાં આવ્યો છે.

સરકારે રાજ્યોને પણ એલર્ટ રહેવા અને હોસ્પિટલોમાં ખાસ 'હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ' તૈયાર રાખવા સૂચના આપી છે. ટૂંકમાં, ભલે કુદરતનો પ્રકોપ વધે, પરંતુ ટેકનોલોજી અને પૂરતા આયોજનને કારણે નાગરિકોને અંધારામાં રહેવું નહીં પડે. લોકોએ સોશિયલ મીડિયાની ભ્રામક પોસ્ટ્સ પર વિશ્વાસ ન કરવા અપીલ કરવામાં આવી છે.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati