ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં દારૂબંધીના કડક અમલીકરણ માટે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કડીમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતા અમદાવાદ શહેરના 6 અલગ-અલગ પોલીસ મથકો દ્વારા પકડવામાં આવેલ કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ગાંધીનગરના કોબા ખાતે નાશ કરવામાં આવ્યો છે. પોલીસની આ કાર્યવાહી નશાના કારોબાર સાથે જોડાયેલા તત્વો માટે લાલબત્તી સમાન છે.
2.33 કરોડથી વધુનો મુદ્દામાલ થયો ખાકગાંધીનગરના કોબા ખાતે આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં બુલડોઝર ફેરવીને દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા વિવિધ બ્રાન્ડની મોંઘી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, આ નષ્ટ કરવામાં આવેલા જથ્થાની કુલ કિંમત 2 કરોડ 33 લાખ 68 હજાર 561 રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસના જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા સમયથી વિવિધ દરોડાઓ દરમિયાન જપ્ત કરવામાં આવેલી કુલ 68,936 બોટલનો આ જથ્થો હતો, જે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નષ્ટ કરવામાં આવ્યો છે.
6 પોલીસ મથકોની કાર્યવાહીમાં મોટો જથ્થો જપ્તઆ કાર્યવાહીમાં મુખ્યત્વે અમદાવાદના 6 પોલીસ મથકોના હદ વિસ્તારમાંથી પકડાયેલા દારૂના જથ્થાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં એરપોર્ટ, સરદારનગર, નરોડા, શાહીબાગ, મેઘાણીનગર અને દરિયાપુર પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ તમામ મથકો દ્વારા વિવિધ સમયે કરવામાં આવેલી કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં વિદેશી દારૂની બોટલો કબજે કરવામાં આવી હતી. રાજ્યમાં દારૂબંધીના કાયદાને વધુ મજબૂત બનાવવા માટે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેશે તેમ પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

