Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gir Somnath: ગીર સોમનાથમાં વરસાદનો કહેર! માલણ નદી ગામમાં ઘૂસી, લોકોનું સ્થળાંતર; વીજ કરંટથી દીપડાનું કરૂણ મોત

Gir Somnath: ગીર સોમનાથમાં વરસાદનો કહેર! માલણ નદી ગામમાં ઘૂસી, લોકોનું સ્થળાંતર; વીજ કરંટથી દીપડાનું કરૂણ મોત

મહેશ ડોડીયા, ગીર સોમનાથગીર સોમનાથ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉનાની માલણ નદીમાં ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થતાં નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીના પાણી ગામોમાં ઘૂસી જતાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોના જનજીવન પર ગંભીર અસર પડી છે. બીજી તરફ જિલ્લાના મિતિયાજ ગામે વરસાદ વચ્ચે એક દુઃખદ ઘટના પણ બની છે.
જેમાં વીજ કરંટ લાગતાં એક દીપડાનું મોત થયું છે. ભારે વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં તંત્ર એલર્ટ મોડમાં છે.

ઉનાની માલણ નદીમાં આવેલા પૂરના કારણે નદીના પુલ પર ફરી પાણી વહી રહ્યા છે. સનખડા અને ખત્રીવાડા વચ્ચે આવેલા ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેતીને મોટું નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. માલણ વિસ્તારના અનેક ખેતરો પાણીમાં ડૂબી જતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. ઉભા પાકને નુકસાન થવાની શક્યતા હોવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. નદીમાં સતત પાણીની આવકને કારણે નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.
Girsomanth Rain | ઉનાની માલણ નદીના પાણી ગામમાં ઘૂસ્યા
ઉનાના ગાંગડા ગામમાં નદીના પાણી ઘૂસતા લોકોનું સ્થળાંતર
મોડી રાત્રે નીચાણવાળા વિસ્તારોમાંથી અનેક લોકોનું સ્થળાંતર
પૂર જેવી સ્થિતિમાં ઉના ફાયર વિભાગની બચાવ કામગીરી

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati