Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગુજરાત દેશમાં બન્યું સેમિકન્ડક્ટર હબ..! સાણંદ ખાતે PMના હસ્તે પ્લાન્ટનું ઉદ્ધાટન, કહ્યું-"ટેકનોલોજી ક્ષેત્રે હવે નવી ક્રાંતિ"

ગુજરાત દેશમાં બન્યું સેમિકન્ડક્ટર હબ..! સાણંદ ખાતે PMના હસ્તે પ્લાન્ટનું ઉદ્ધાટન, કહ્યું-"ટેકનોલોજી ક્ષેત્રે હવે નવી ક્રાંતિ"

ડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતના સાણંદ ખાતે આજે એક ઐતિહાસિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્લાન્ટના ઉદ્ધાટન સાથે દેશની એક નવી ગતિ મળશે, અને 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને વધુ વેગ મળશે. આ પ્લાન્ટ દ્વારા ચીપની ડિઝાઇનથી લઈને પેકેજિંગ સુધીની સંપૂર્ણ ઇકોસિસ્ટમ ભારતમાં તૈયાર થશે. આ પ્રસંગે વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ભારત હવે દુનિયાનું સેમિકન્ડક્ટર હબ બનવા તરફ અગ્રેસર છે.
અંદાજે 500 કરોડ ચીપના વાર્ષિક લક્ષ્‍યાંક સાથે, આ પ્લાન્ટ હજારો યુવાનોને રોજગારી પૂરી પાડશે. આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે ટેકનોલોજી ક્ષેત્રે આ એક મહત્વનું અને ક્રાંતિકારી કદમ માનવામાં આવી રહ્યું છે.

દર વર્ષે 20 કરોડ ચીપ નીકળશે: PM મોદીPM નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદમાં CG સેમી આઉટસોર્સ્ડ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) પ્લાન્ટના ઉદ્ઘાટન કાર્યક્રમને સંબોધતા કહ્યું, મને જણાવવામાં આવ્યું છે કે અત્યારે અહીંથી દર વર્ષે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન થશે. મને એ પણ જણાવવામાં આવ્યું છે કે તમે બધા અહીં જ અટકવાના નથી. તમે દર વર્ષે 500 કરોડ ચિપ્સનું લક્ષ્‍ય રાખ્યું છે, એટલે કે દરરોજ દોઢ કરોડથી વધુ! મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે તેને ખૂબ જ જલ્દી હાંસલ કરી લેશો. આ વિશ્વાસ એટલા માટે પણ છે કે 'સેમીકોન ઇન્ડિયા' પ્રોગ્રામ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. હું CG સેમીની આખી ટીમને, રાજ્ય સરકારને અને સમગ્ર દેશને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
વડાપ્રધાાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ્ડ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) પ્લાન્ટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં જણાવ્યું કે, સીજી સેમીનો આ પ્લાન્ટ ભારત, જાપાન અને થાઈલેન્ડના આપણા ઈન્ડસ્ટ્રી પાર્ટનર્સના સંયુક્ત પ્રયાસોનું પ્રતીક છે. આ ફક્ત એક બિઝનેસ વેન્ચર નથી, પરંતુ ટેકનોલોજી, વિશ્વાસ અને ભાગીદારીનું એવું મોડેલ છે જે ભારતની સેમીકન્ડક્ટર જર્નીને નવી ગતિ આપે છે
વર્ષ 2024માં આ પ્લાન્ટનો શિલાન્યાસ કરવાની તક મને મળી: PMવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,કે વર્ષ 2024માં આ પ્લાન્ટનો શિલાન્યાસ કરવાની તક મને મળી હતી, 2025ના ઓગસ્ટ મહિનામાં અહીં ટેસ્ટિંગ ચિપ્સનું કામ શરૂ થયું અને આજે આ પ્લાન્ટનું ઉદ્ઘાટન થઈ ગયું છે. શિલાન્યાસથી પ્રોડક્શન સુધીની આ સફર ચોક્કસપણે અનેક સાથીઓના પરિશ્રમનું પરિણામ છે. હમણાં મંચ પર આવતા પહેલા મને આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અનેક સાથીઓ સાથે વાતચીત કરવાની પણ તક મળી. એક રીતે જોતા લાગે છે કે આ પરિસરમાં એક 'મિની ઇન્ડિયા' વસે છે. દરેક ભાષાના, દરેક પહેરવેશના, દરેક ખાનપાનના લોકો અહીં છે. એટલે કે, મેં અહીં એક અલગ જ વાતાવરણનો અનુભવ કર્યો છે.
ભારત જે વિચારી લે છે તે કરી બતાવે છે: PM મોદીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ્ડ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) પ્લાન્ટના ઉદ્ઘાટન કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે, આજે આ કાર્યક્રમ એ વાતનો પુરાવો છે કે ભારત જે વિચારી લે છે તે કરીને બતાવે છે. પાંચ વર્ષ પહેલા ભારતે સંકલ્પ લીધો હતો કે દેશમાં સેમીકન્ડક્ટર હબ બનાવીશું. આપણે 'ડિજિટલ ઈન્ડિયા' અને 'મેક ઈન ઈન્ડિયા'ના મંત્રને લઈને આગળ વધ્યા અને આજે દેશના ત્રીજા સેમીકન્ડક્ટર પ્લાન્ટમાં પણ ચિપ પેકેજિંગનું કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થઈ ગયું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati