Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gujarat heavy rain update: દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા, પલસાણામાં 18 ઈંચ સાથે અનેક તાલુકાઓ જળબંબાકાર, રાજ્યના 162 તાલુકામાં અનરાધાર વરસાદ

Gujarat heavy rain update: દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા, પલસાણામાં 18 ઈંચ સાથે અનેક તાલુકાઓ જળબંબાકાર, રાજ્યના 162 તાલુકામાં અનરાધાર વરસાદ

ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ ફરી એકવાર પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે સવારના 6 વાગ્યાથી લઈને રાત્રિના 10 વાગ્યા સુધીના સમયગાળામાં રાજ્યના કુલ 162 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદી આંકડા નોંધાયા છે.દક્ષિણ ગુજરાતમાં વરસાદી આંકડાનું જોરઆજના વરસાદમાં સુરત અને નવસારી જિલ્લામાં મેઘરાજાએ સૌથી વધુ જોર બતાવ્યું છે.
સુરતના પલસાણામાં અત્યાર સુધીનો સૌથી વધુ 18 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત કામરેજમાં 16 ઈંચ અને સુરત સિટીમાં 12 ઈંચ વરસાદ નોંધાતા જનજીવન ભારે પ્રભાવિત થયું છે. નવસારી પણ બાકી રહ્યું ન હતું, જ્યાં 15 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે નવસારીના જલાલપોરમાં 11 ઈંચ અને ગણદેવીમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે.
અન્ય વિસ્તારોની સ્થિતિવરસાદના આ આંકડાઓમાં વલસાડનું કપરાડા 10 ઇંચ સાથે આગળ છે. સુરતના અન્ય વિસ્તારોની વાત કરીએ તો અંબિકામાં 9 ઇંચ, મહુવામાં સાડા 8 ઇંચ અને બારડોલીમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. આ વિસ્તારો સિવાય રાજ્યના અન્ય તાલુકાઓમાં પણ 1 ઈંચથી લઈને 7 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હોવાના સમાચાર છે.
તંત્રની સ્થિતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સુરક્ષિત રહેવા અને નદીના કિનારે ન જવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેતા આવનારા કલાકો પણ અત્યંત મહત્વના માનવામાં આવી રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati