રાજ્યભરમાં છેલ્લા 3 દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે. અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. રસ્તાઓ બંધ થયા છે અને ડેમોમાં પાણીની આવક વધતાં તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે.ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. રાજ્યના કુલ 1951 ગામોમાં વીજ પુરવઠા પર અસર થઈ છે, જેના કારણે હજારો લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
રાજ્યમાં ભારે વરસાદથી 1951 ગામો પ્રભાવિત

