Dailyhunt
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી: કોંગ્રેસ ટૂંક સમયમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે, મૂરતિયા પસંદગીની પ્રક્રિયા તેજ

ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી: કોંગ્રેસ ટૂંક સમયમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે, મૂરતિયા પસંદગીની પ્રક્રિયા તેજ

મૌલિક ઉપાધ્યાય, અમદાવાદ.ગુજરાતમાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. શાસક પક્ષ ભાજપ સામે મજબૂત પડકાર ફેંકવા માટે વિપક્ષ કોંગ્રેસે પોતાની રણનીતિમાં ધરમૂળથી ફેરફાર કર્યો છે. કોંગ્રેસ પક્ષ આગામી 5 દિવસની અંદર જ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાની તૈયારીમાં છે. પક્ષના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લી ઘડીએ નામો જાહેર કરવાના કારણે થતા વિવાદો અને જૂથવાદને ટાળવા માટે આ વખતે વહેલી તકે ઉમેદવારો મેદાનમાં ઉતારવાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના વિવિધ ઝોન મુજબ ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસે બેઠકોનો ધમધમાટ તેજ કર્યો છે. ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માટે અત્યાર સુધીમાં 600 થી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જેના માટે સેન્સ લેવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતની બેઠકો પર નામ લગભગ નક્કી થઈ ગયા છે, જ્યારે સૌરાષ્ટ્ર ઝોનના સંભવિત નામો પર મહોર મારવા માટે આજે રાજકોટમાં એક અત્યંત મહત્વની બેઠક યોજાઈ હતી. પક્ષ દ્વારા 4 થી 6 એપ્રિલ દરમિયાન તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી તબક્કાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવશે.
રાજ્ય ચૂંટણી પંચના ચૂંટણી કાર્યક્રમ મુજબ, 6 એપ્રિલથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે, જે 11 એપ્રિલ સુધી ચાલશે. આ સંજોગોમાં કોંગ્રેસ 6 એપ્રિલ પહેલા જ મહાનગરપાલિકા અને નગરપાલિકાના મૂરતિયાઓના નામ જાહેર કરી દેશે. દક્ષિણ ગુજરાત ઝોનમાં હજુ મંથન બાકી છે, જે આગામી 3 દિવસમાં પૂર્ણ થવાની શક્યતા છે. સ્થાનિક સમિતિઓ દ્વારા મોકલવામાં આવેલા નામો પર જો સહમતી નહીં સધાય, તો અંતિમ નિર્ણય પ્રદેશ નેતૃત્વ દ્વારા લેવામાં આવશે. 2026ની આ ચૂંટણીમાં કોંગ્રેસ માટે અસ્તિત્વ ટકાવી રાખવાનો જંગ છે, તેથી પક્ષ આ વખતે કોઈ પણ ભૂલ કરવા માંગતો નથી.
Follow TV13 Gujarati on Social Media:----------------Website: https://www.tv13gujarati.com/Facebook: https://www.facebook.com/tv13gujarati/YouTube: https://www.youtube.com/@tv13gujaratidigitalTwitter: https://x.com/tv13gujaratiInstagram: https://instagram.com/tv13gujaratiLinkedIn: https://www.linkedin.com/company/9095...WhatsApp Channel: https://whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2UWhatsApp Group: https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati