ગુજરાતમાં ચોમાસાએ હવે જોરદાર રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા બે કલાકમાં 71 તાલુકામાં મેઘ મહેર થઇ છે. જેમાં સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. તેવામાં હજુ પણ રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.ગુજરાતમાં છેલ્લા બે કલાકમાં 71 તાલુકામાં વરસાદ નોંધાયો ગુજરાતમાં છેલ્લા બે કલાકમાં હવામાનમાં પલટો આવતા 71 તાલુકામાં ધમાકેદાર વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત, જામજોધપુર અને કુંકાવાવ પંથકમાં પણ માત્ર બે કલાકમાં જ 2-2 ઈંચ પાણી પડી ગયું છે. માંગરોળ, માળિયા-મિયાણા, ઉપલેટા અને કેશોદમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે. જ્યારે સુરત, અમરેલી, ધોરાજી અને બોટાદ પંથકમાં 1-1 ઈંચ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહીગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે અને આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સત્તાવાર આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડવાની મોટી આશંકા છે.
બીજી તરફ, સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં આભ ફાટવા જેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ શકે છે, જેને પગલે સ્થાનિક લોકોને સાવધ રહેવા સૂચના અપાઈ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ તેજ પવન અને ભારે મેઘગર્જના સાથે એલર્ટ જાહેર કરાયું છે. આ વ્યાપક વરસાદની ચેતવણીને પગલે કોઈ પણ કટોકટીને પહોંચી વળવા માટે રાજ્યનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે સતર્ક અને એક્શન મોડમાં આવી ગયું છે.

