રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર પર ગુજરાતમાં ખુશીના માહોલ વચ્ચે એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. તહેવારના દિવસે ભાઈ-બહેનના પવિત્ર સંબંધની ઉજવણી કરવા માટે નીકળેલા લોકો માટે રસ્તાઓ જોખમી સાબિત થયા હતા. એક જ દિવસમાં રાજ્યભરમાં અકસ્માતોનો મોટો વંટોળ જોવા મળ્યો હતો, જેના કારણે તંત્ર અને સામાન્ય નાગરિકોમાં ચિંતા વ્યાપી ગઈ છે.રક્ષાબંધનના દિવસે ગુજરાતભરમાં અકસ્માતોની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.
એક તરફ જ્યાં બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધવા રાહ જોઈ રહી હતી, ત્યારે બીજી તરફ માર્ગ અકસ્માતોના કારણે અનેક પરિવારોમાં ગમગીની છવાઈ ગઈ હતી. તહેવારોની મોસમમાં અતિશય ઉતાવળ અને ટ્રાફિક નિયમોના પાલનની અછત ગંભીર પરિણામો નોતરે છે, જે આ આંકડાઓ સ્પષ્ટ સાબિત કરે છે.

