દેશભરમાં ચોમાસાએ પોતાની ગતિ પકડી લીધી છે, ત્યારે હવામાન વિભાગે દેશના વિવિધ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી રેડ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધશે, જેના પગલે વહીવટી તંત્રને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.
માછીમારો માટે ખાસ ચેતવણીદરિયાઈ વિસ્તારોમાં ભારે પવન અને તોફાની સમુદ્રને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને અરબી સમુદ્રમાં ન જવાની કડક ચેતવણી આપી છે. દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને પોતાની બોટો સુરક્ષિત સ્થળે રાખવા અને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે.

