આઈપીએલ 2026 ની રોમાંચક મેચોની વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટૂર્નામેન્ટની સુરક્ષા અને નિષ્પક્ષતાને વધુ મજબૂત કરવા માટે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. BCCI ની એન્ટી-કરપ્શન યુનિટ (ACU) એ તાજેતરમાં જ એક નવી એડવાઈઝરી જાહેર કરીને આઈપીએલ મેચ દરમિયાન પ્લેયર્સ અને સપોર્ટ સ્ટાફ માટે 'સ્માર્ટ સનગ્લાસીસ' (Smart Sunglasses) ના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.
બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કોડ ઓફ કન્ડક્ટ હેઠળ કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.
PMOA માં સ્માર્ટ સનગ્લાસીસ પર કેમ લાગ્યો પ્રતિબંધ?BCCI દ્વારા તમામ આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓને મોકલવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, 'પ્લેયર્સ એન્ડ મેચ ઓફિશિયલ્સ એરિયા' (PMOA) એટલે કે ડગઆઉટ, ડ્રેસિંગ રૂમ અને પિચની આસપાસના વિસ્તારોમાં સ્માર્ટ ચશ્મા પહેરવા પર સદંતર રોક લગાવી દેવામાં આવી છે.
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ટેકનોલોજીનો દુરુપયોગ રોકવાનું છે. બોર્ડના જણાવ્યા અનુસાર, આજના આધુનિક સ્માર્ટ સનગ્લાસીસ માત્ર તડકાથી બચાવવાનું કામ નથી કરતા, પરંતુ તે એક મિની-કોમ્પ્યુટર જેવા હોય છે. આ ગ goggles માં ઈન-બિલ્ટ વાઈ-ફાઈ (Wi-Fi), બ્લૂટૂથ, કેમેરા અને ઓડિયો-વીડિયો રેકોર્ડિંગની સુવિધા હોય છે. આ ડિવાઈસ દ્વારા લાઈવ સ્ટ્રીમિંગ, વીડિયો કોલિંગ અને મેસેજ મોકલવા તેમજ રીસીવ કરવા જેવી પ્રવૃત્તિઓ સરળતાથી થઈ શકે છે. મેચ દરમિયાન બહારની વ્યક્તિ સાથે સંપર્ક સાધવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ સિક્યોરિટી અને ફિક્સિંગ જેવા ગંભીર જોખમો ઊભા કરી શકે છે, જેથી આ કડક પગલું લેવાયું છે.

મોબાઈલ અને સ્માર્ટ વોચની જેમ જમા કરાવવા પડશે ચશ્માનવા નિયમો મુજબ, હવે મેચ શરૂ થતા પહેલા ખેલાડીઓ અને ટીમના સપોર્ટ સ્ટાફે માત્ર પોતાના મોબાઈલ ફોન કે સ્માર્ટ વોચ જ નહીં, પરંતુ પોતાની પાસે રહેલા સ્માર્ટ સનગ્લાસીસ પણ સિક્યોરિટી લાયઝન ઓફિસર (Security Liaison Officer) પાસે ફરજિયાત જમા કરાવવાના રહેશે. પ્લેયિંગ એરિયામાં પ્રવેશતા પહેલા તમામ ખેલાડીઓનું કડક ચેકિંગ કરવામાં આવશે.
રાજસ્થાન રોયલ્સના મેનેજર પર લાગ્યો હતો દંડઅત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ આઈપીએલ 2026 દરમિયાન જ સુરક્ષા નિયમોના ભંગની એક મોટી ઘટના સામે આવી હતી. રાજસ્થાન રોયલ્સ (RR) ના મેનેજર રોમી ભિન્દર મેચ દરમિયાન ડગઆઉટમાં ફોનનો ઉપયોગ કરતા ઝડપાયા હતા. આ ઘટના બાદ BCCI એ તાત્કાલિક એક્શન લેતા રોમી ભિન્દરને કડક ચેતવણી આપી હતી અને સાથે જ તેમના પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ ઘટના બાદ બોર્ડ વધુ સતર્ક બન્યું છે.
BCCI પહેલા પણ લઈ ચૂકી છે કડક પગલાંBCCI આઈપીએલની બ્રાન્ડ ઈમેજ અને સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી. આ સીઝનમાં બોર્ડે ખેલાડીઓની સુરક્ષા અને હની ટ્રેપિંગ (Honey Trapping) જેવા ગંભીર જોખમોને ધ્યાનમાં રાખીને હોટેલ રૂમમાં કોઈ પણ બહારના મહેમાનોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત ખેલાડીઓ પર મંજૂરી વગર રાત્રે મોડે સુધી બહાર જવા પર પણ રોક છે. હવે આ કડીમાં સ્માર્ટ ચશ્મા પરનો પ્રતિબંધ એ સાબિત કરે છે કે BCCI રમતની ગરિમા જાળવી રાખવા માટે અત્યંત ગંભીર છે. નિયમ તોડનાર ખેલાડી કે સ્ટાફને મેચ સસ્પેન્શન સુધીની સજા પણ થઈ શકે છે.