Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જન્માષ્ટમીના પર્વને લઈને સુરતના ભક્તોમાં ચાંદીના પારણાંનો ક્રેઝ, શોરૂમમાં 11 ગ્રામથી 2 કિલો સુધીના પારણાં ઉપલબ્ધ

જન્માષ્ટમીના પર્વને લઈને સુરતના ભક્તોમાં ચાંદીના પારણાંનો ક્રેઝ, શોરૂમમાં 11 ગ્રામથી 2 કિલો સુધીના પારણાં ઉપલબ્ધ

ન્માષ્ટમીના પર્વને લઈને સુરતમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નંદલાલાને ઝૂલાવવા માટે ખાસ ચાંદીના પારણાંની ખરીદીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સુરતના જ્વેલર્સ બજારમાં 11 ગ્રામથી લઈને 2 કિલો સુધીના આકર્ષક પારણાં ઉપલબ્ધ છે. જેની કિંમત ₹5 હજારથી શરૂ થઈને ₹8 લાખ સુધી પહોંચી રહી છે. ખાસ વાત એ છે કે ભક્તો હવે આ ખરીદીને માત્ર ભક્તિ નહીં, પરંતુ 'ભક્તિ સાથે ઇન્વેસ્ટમેન્ટ' તરીકે પણ જોઈ રહ્યા છે.
પારણાંની કિંમત ₹7થી ₹8 લાખ સુધી પહોંચી.....જન્માષ્ટમી એટલે બાળગોપાલના જન્મનો ઉત્સવ અને નંદલાલાને પારણામાં ઝૂલાવવાની પરંપરા સાથે સુરતના બજારમાં પણ ચાંદીના પારણાંની ખરીદી જોરશોરથી ચાલી રહી છે. સુરતના જ્વેલર્સ શોરૂમમાં 11 ગ્રામથી લઈને 1.50 કિલો અને 2 કિલો સુધીના ચાંદીના પારણાં તૈયાર કરવામાં આવ્યા છે. અલગ-અલગ ડિઝાઈન અને વજન પ્રમાણે તેની કિંમત પણ અલગ છે. નાનામાં નાના પારણાંની કિંમત અંદાજે ₹5 હજારથી શરૂ થાય છે, જ્યારે ભવ્ય અને ભારે પારણાંની કિંમત ₹7થી ₹8 લાખ સુધી પહોંચી રહી છે.
20 ગ્રામથી લઈને 1 કિલો સુધીની મૂર્તિઓ પણ ચર્ચામાં...માત્ર પારણાં જ નહીં, ભગવાન શ્રીકૃષ્ણની ચાંદીની મૂર્તિઓની પણ અલગ-અલગ રેન્જ ઉપલબ્ધ છે. 20 ગ્રામથી લઈને 1 કિલો સુધીની મૂર્તિઓમાં વિવિધ સાઈઝ અને ડિઝાઈન ગ્રાહકોને આકર્ષી રહી છે. ભક્તો પોતાની પસંદગી, બજેટ અને ઘરના બાળગોપાલની સાઈઝ પ્રમાણે પારણું અને મૂર્તિની ખરીદી કરી રહ્યા છે.
ચાંદીનાં પારણાં ભક્તિ સાથે રોકાણનો વિકલ્પ...ચાંદીના ભાવમાં થોડા સમય પહેલાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ હાલ ભાવમાં સ્થિરતા હોવાથી ખરીદદારો પણ ઉત્સાહિત છે. આગામી સમયમાં ચાંદીના ભાવમાં ફરી તેજી આવવાની શક્યતા વચ્ચે લોકો પારણાની ખરીદીને ભક્તિ સાથે રોકાણ તરીકે જોઈ રહ્યા છે. અર્થાત્, એક તરફ ઘરમાં ઠાકોરજીની સેવા-પૂજા થશે અને બીજી તરફ ચાંદીના રૂપમાં ભવિષ્ય માટેની મૂડી પણ બની રહેશે.
મધ્યમ વર્ગ માટે વુડન-સિલ્વર ફ્યુઝન પારણાંનો ટ્રેન્ડ..ચાંદીના ભાવમાં થયેલા વધારાને કારણે મધ્યમવર્ગના ગ્રાહકોના બજેટને ધ્યાનમાં રાખીને જ્વેલર્સે એક ખાસ વિકલ્પ પણ તૈયાર કર્યો છે. જેમાં લાકડાના બેઝ પર સુંદર કોતરણી અને નકશીકામ કરીને તેના ઉપર ચાંદીનું લેયરિંગ કરવામાં આવ્યું છે. આ વુડન-સિલ્વર ફ્યુઝન પારણાં દેખાવમાં ભવ્ય છે, ચાંદીનો શુકનિયાળ સ્પર્શ પણ આપે છે અને સંપૂર્ણ ચાંદીના પારણાંની સરખામણીએ બજેટ ફ્રેન્ડલી છે. ખાસ કરીને યુવા વર્ગમાં આ મોડર્ન અને ટ્રેડિશનલ ડિઝાઈનવાળા પારણાંની માગ વધી રહી છે.
શોરૂમમાં ગ્રાહકોની અવરજવર વધીડી. ખુશાલદાસ જ્વેલર્સના માલિક દીપક ચોકસીના જણાવ્યા પ્રમાણે, ગ્રાહકોના બજેટને ધ્યાનમાં રાખીને 11 ગ્રામથી લઈને 2 કિલો સુધીના પારણાં તૈયાર કરવામાં આવ્યા છે. જન્માષ્ટમી નજીક આવતાં શોરૂમમાં ગ્રાહકોની અવરજવર વધી છે. એક તરફ જન્માષ્ટમીની ભક્તિ તો બીજી તરફ ચાંદીમાં રોકાણ. સુરતના બજારમાં આ વખતે નંદલાલાના પારણાંની ખરીદીમાં બંનેનો સુંદર સંગમ જોવા મળી રહ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati