દિલ્હી હાઈકોર્ટે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેલી 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ને મોટી રાહત આપી છે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની અદાલતે CJPના X એકાઉન્ટ પરથી પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો છે. આ અગાઉ કેન્દ્ર સરકારે આ એકાઉન્ટ પર રોક લગાવી હતી, જેની સામે અભિજીત દીપકેએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી.શું હતું કારણ?કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે, NEET પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગેરસમજ કે અફરાતફરી ન ફેલાય તે માટે સાવચેતીના ભાગરૂપે આ એકાઉન્ટને બ્લોક કરવામાં આવ્યું હતું.
કોર્ટનો આદેશકેન્દ્ર સરકારના વલણ સાથે સહમતિ દર્શાવતા, જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ જણાવ્યું કે જે કારણોસર એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું હતું તે હવે પ્રસ્તુત નથી. આથી કોર્ટે પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય બાદ અભિજીત દીપકેને ફરીથી તેમના લાખો ફોલોઅર્સ ધરાવતા એકાઉન્ટનો એક્સેસ મળી જશે. આ ઘટનાક્રમ સોશિયલ મીડિયા પર તેમના સમર્થકો માટે ખૂબ જ ઉત્સાહજનક સમાચાર માનવામાં આવી રહ્યા છે.

