પરેશ બુધ્ધભટ્ટી, જૂનાગઢગુજરાતમાં વ્યાજખોરોના દૂષણને ડામવા માટે પોલીસ દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી હોવાના દાવાઓ વચ્ચે જૂનાગઢ જિલ્લાના માણાવદરમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. માણાવદર તાલુકાના નાનડિયા ગામના એક યુવાને વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને ધાક-ધમકીઓથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
આ ઘટનાને હાહાકાર મચી જવા પામ્યો છે.
આ ચકચારી આત્મહત્યાના મામલામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે મૃતક યુવકનો આપઘાત કરવા પહેલાંનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ વીડિયોમાં યુવકે પોતાની મજબૂરી અને વ્યાજખોરો દ્વારા આપવામાં આવી રહેલા માનસિક ત્રાસની આપવીતી વર્ણવી છે. એટલું જ નહીં, યુવકે રૂવાડાં ઊભા કરી દે તેવા આ વીડિયોમાં તેને મરવા માટે મજબૂર કરનારા વ્યાજખોરોના નામ પણ જાહેર કર્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ વ્યાજચક્ર ચલાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ ગંભીર ઘટના બાદ મૃતક યુવકના પિતાએ હિંમત દાખવીને ન્યાયની વહારે માણાવદર પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા છે. પિતાએ પુત્રને મરણના મુખમાં ધકેલનારા ચાર વ્યાજખોરો વિરુદ્ધ નામજોગ ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. પિતાની ફરિયાદના આધારે માણાવદર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વાયરલ વીડિયોના પુરાવાને આધારે આગળની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી દીધી છે.