Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જૂનાગઢમાં સાયબર ક્રાઇમનો મોટો પર્દાફાશ, રૂ. 1.73 કરોડના ફ્રોડ કેસમાં 5 મહિનાથી ફરાર આરોપી સુરતથી ઝડપાયો

જૂનાગઢમાં સાયબર ક્રાઇમનો મોટો પર્દાફાશ, રૂ. 1.73 કરોડના ફ્રોડ કેસમાં 5 મહિનાથી ફરાર આરોપી સુરતથી ઝડપાયો

રેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢજૂનાગઢ જિલ્લાની વિસાવદર પોલીસે સાયબર ફ્રોડના એક બહુચર્ડિત કેસમાં મોટી સફળતા મેળવી છે. દેશના 12 અલગ-અલગ રાજ્યોના લોકો સાથે અંદાજે રૂ. 1.73 કરોડની છેતરપિંડી આચરી છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા મુખ્ય આરોપીને પોલીસે સુરતમાંથી દબોચી લીધો છે. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના સચોટ ઉપયોગથી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.
પોલીસ તપાસમાં બહાર આવેલા અહેવાલ મુજબ પકડાયેલા આરોપીનું નામ નિર્દલ વલ્લભભાઈ સાવલિયા છે, જે મૂળ મોટી મોણપરી ગામનો વતની છે અને હાલ સુરતમાં આશરો લઈ રહ્યો હતો. આરોપીએ "મામાદેવ એન્ટરપ્રાઇઝ" નામે બેંક ખાતું ખોલાવ્યું હતું. આ જ ખાતાનો ઉપયોગ કરીને દેશભરના ભોગ બનનારા લોકો પાસેથી કુલ રૂ. 1,73,47,125 ટ્રાન્સફર કરાવી સાયબર ક્રાઇમની રકમની ગેરકાયદેસર લેવડ-દેવડ કરવામાં આવતી હતી.

આ સમગ્ર મામલે અગાઉ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ (IT Act) અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ધરપકડ બાદ પોલીસે આરોપીને સ્થાનિક કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ આંતરરાજ્ય સાયબર ફ્રોડના મોટા નેટવર્કમાં અન્ય કયા-કયા સાગરીતો સંડોવાયેલા છે અને નાણાં ક્યાં ટ્રાન્સફર થયા છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati