Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ખેડૂતો માટે રાહતભરી આગાહી! ગુજરાત પરથી વરસાદી વાદળો દૂર ખસ્યા, 6 દિવસ છૂટા છવાયા ઝાપટાં પડી શકે

ખેડૂતો માટે રાહતભરી આગાહી! ગુજરાત પરથી વરસાદી વાદળો દૂર ખસ્યા, 6 દિવસ છૂટા છવાયા ઝાપટાં પડી શકે

ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ બાદ હવે રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં 3 ઓગસ્ટથી આગામી 9 ઓગસ્ટ સુધી હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આમ, આગામી 6 દિવસ રાજ્યમાં હળવો વરસાદી માહોલ રહેશે. 4-5 ઓગસ્ટે મહીસાગર, પંચમહાલ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા સ્થળોએ વરસાદ રહેશે. 6 થી 9 ઓગસ્ટ દરમિયાન મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે.
4-5 ઓગસ્ટની આગાહીહવામાન વિભાગ અનુસાર, આગામી 4-5 ઓગસ્ટના રોજ મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ-દાદરા નગર હવેલીના કેટલાક સ્થળોએ અને કચ્છ, વાવ થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.6-9 ઓગસ્ટની આગાહીઆગામી 6-9 ઓગસ્ટ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આમ, રાજ્યમાં વરસાદનું જોર ઘટતાં ધીમીધારે વરસાદી માહોલ રહેશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati