Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કોંગ્રેસ-બસપા-સપા અને પછી ભાજપને અપાવી સત્તા, યુપીમાં બ્રાહ્મણ મતોનું ગણિત!

કોંગ્રેસ-બસપા-સપા અને પછી ભાજપને અપાવી સત્તા, યુપીમાં બ્રાહ્મણ મતોનું ગણિત!

ત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી અગાઉ રાજકીય માહોલ ગરમાયો છે. સમાજવાદી પાર્ટી એ બુધવારે પક્ષનાં દિગ્ગજ નેતા જનેશ્વર મિશ્રની જયંતી પર યોજેલ પ્રબુદ્ધ સંમેલનમાં સ્પષ્ટ સંકેત આપ્યો કે- આ વખતે તેમની નજર ભાજપની કોર વોટબેંક પર છે. હવે સવાલ ઉઠી રહ્યાં છે કે- શું સમાજવાદી પાર્ટી 100 વિધાનસભા બેઠકો પર અસર નાંખનાર બ્રાહ્મણ મતોમાં ભાગલા પાડવામાં સફળ રહેશે?
શું તે બ્રાહ્મણ મતોને પોતાની તરફેણમાં ખેંચી શકશે કે નહીં?ઘણાં લોકોને આ મુશ્કેલ લાગે છે. કારણ કે- સામે ભગવા વસ્ત્રો પહેરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. સંત સમાજ છે, સનાતનની વાત કરનાર ભાજપ છે અને હિંદુ-હિંદુત્વનો વારસો દરેક નિવેદનમાં સંભળાય છે. પરંપરાગત રીતે 10 માંથી 8 બ્રાહ્મણ મત ભાજપને મળે છે. એવામાં સપા બ્રાહ્મણ મતોને પોતાની તરફેણમાં કેટલું ખેંચી શકે છે એ જોવાનું રહેશે.આ જવાબમાં જ અખિલેશ યાદવે લખનૌમાં પવન પાંડે, સનાતન પાંડે, માતા પ્રસાદ પાંડે, અભિષેક મિશ્રા અને કરુણેશ દ્વિવેદી સહિત અનેક યુવા બ્રાહ્મણ નેતાઓની હાજરીમાં ત્રિશૂળ ઉઠાવ્યું. છોટે લોહિયા તરીકે જાણીતા જનેશ્વર મિશ્રાની જન્મજયંતિ પર એક બૌદ્ધિક પરિષદ યોજાઈ હતી, જ્યાં ડમરું વગાડવામાં આવ્યું હતું અને શિવ તાંડવ સ્ત્રોતનો પાઠ કરવામાં આવ્યો હતો. આ બધા વચ્ચે, અખિલેશ યાદવે પીડીએનો નવો "પી" જાહેર કર્યો, જે પછાત, દલિત અને લઘુમતી માટે વપરાય છે.
પીડીએની ભાષા બદલાઈઅખિલેશે કહ્યું કે,'લોકો પીડીએની વાત કરે છે. પીડીએની નવી નવી વ્યાખ્યા ઉપજાવે છે. જ્યારથી પીડીએ સામે હાર્યા છે. ત્યારથી પીડીએની નવી વ્યાખ્યા ઘડવામાં આવી રહી છે. પીડીએમાં પીડી પંડિતનો જ શૉર્ટફોર્મ છે. જેટલી પીડા આપશો અને વધારશો. પીડીએ એટલું જ મજબૂત થશે.'
યુપીમાં બ્રાહ્મણોનું ગણિતસમાજવાદી પાર્ટી બ્રાહ્મણ મતોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણ મતના રાજકીય ઇતિહાસમાંથી પહેલી હકીકત એ છે કે બ્રાહ્મણોને કોંગ્રેસની મુખ્ય વોટબેંક માનવામાં આવતી હતી. અત્યાર સુધી ઉત્તર પ્રદેશના 6 મુખ્યમંત્રીઓ બ્રાહ્મણ રહ્યાં છે, અને તે બધા કોંગ્રેસ પક્ષનાં હતા. બ્રાહ્મણોએ 23 વર્ષ સુધી ઉત્તર પ્રદેશ પર શાસન કર્યું. આઝાદી પછી, રામ મંદિર આંદોલન સુધી બ્રાહ્મણો મોટાભાગે કોંગ્રેસ સાથે રહ્યા. ઉત્તર પ્રદેશના છેલ્લા બ્રાહ્મણ મુખ્યમંત્રી કોંગ્રેસના નારાયણ દત્ત તિવારી હતા.યુપીમાં જે પક્ષ પાસે બ્રાહ્મણ ધારાસભ્યો વધુ રહ્યાં સત્તા તેની પાસે જ રહી. 2007માં માયાવતી પાસે 41 બ્રાહ્મણ ધારાસભ્ય હતા. 2012માં અખિલેશ સરકારમાં 21 બ્રાહ્મણ ધારાસભ્ય હતા. 2017માં યોગી સરકારમાં 58 ધારાસભ્ય અને 2022થી અત્યારની યોગી સરકારમાં 41 બ્રાહ્મણ ધારાસભ્ય રહ્યાં છે.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati